________________
૨૬૪
ઓળખાય છે. પાંચ કારણના સુમેળને સમવાય કહે છે. પાંચ સમવાય આ પ્રમાણે છે.
૧) કાળ ૨) સ્વભાવ ૩) નિયતિ૪) પૂર્વકૃત કર્મ૫) પુરુષાર્થ.
જૈનદર્શન અનુસાર કાર્યની નિષ્પત્તિમાં આ પાંચ કારણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરીતે સહાયક બને છે. અર્થાત્ પાંચે સમવાયના સમન્વયથી કાર્ય સંપન્ન બને છે. જેમ હાથના પંજાની પાંચે. આંગળીઓ સાથે મળીને પોતાનું કાર્ય કરે છે તેમાં કયારેક અંગુઠાની, કયારેક અનામિકા કે મધ્યમાં આંગળીની પ્રધાનતાપ્રતીત થાય છે પરંતુ ગૌણપણે તો પાંચે આંગળીઓનો સહયોગ હોય છે. તે જ રીતે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચેના સમન્વયથી કાર્ય સિદ્ધ થાય છે. કયારેક કાળ આદિ કારણની પ્રધાનતા અને બીજાની ગૌણતા પ્રતીત થાય, પરંતુ અપ્રગટપણે પાંચે સમવાય કાર્યશીલ હોય છે. (૧) કાળઃ
વિશ્વના સર્વ પદાર્થો પર કાળ દ્રવ્યનો પ્રભાવ પડે છે. પદાર્થ જગત તેમજ ભાવ જગતમાં થતા પરિણમનોમાં કાળદ્રવ્ય વિશેષ ભૂમિકા ભજવે છે. દા.ત. ગર્ભમાં બાળકની ઉત્પત્તિ અને નવ માસ પૂર્ણ થતાં જન્મ થવો; બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા; અમુક ઋતુમાં જ અમુક ફળની ઉત્પત્તિ દૂધમાંથી દહીં; બીજમાંથી વૃક્ષ વગેરે તેના યોગ્ય કાળે જ થાય છે. ખેડૂત બીજ વાવી, ગમે તેવા ખાતર નાંખે, પાણીનું સિંચન કરે, રાત-દિવસ પુરુષાર્થ કરે છતાં આજે વાવેલ બીજમાંથી તરત જ પાક થતો નથી, તે તેના કાળ પ્રમાણે જ ક્રમશઃ ફલિત થાય છે. બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા કાળના જે વિપાક છે. કાળ પ્રમાણે જ હતુઓમાં પરિવર્તન આવે છે. સૂર્ય અને ચંદ્રનો ઉદય કાળને જ આભારી છે. કર્મનો ઉદયમાં લાવી તેનો વિપાક ચખાડનાર કાળ છે. આમ, વસ્તુની પરિણતિમાં કાળ સહાયભૂત છે.
જૈનદર્શન અનુસાર કાળલબ્ધિનો પરિપાક થતાં અનેક કાર્યો સંપન્ન થાય છે. જેમ નદીમાં અથડાતો કૂટાતો પથ્થર સુંદર આકાર પામી લીસો બની જાય છે, તેમ જીવ પણ અથડાતો કૂટાતો, નિગોદ આદિ પોતાને પ્રાપ્ત થયેલ અવસ્થાઓમાં કાળ પસાર કરી અવ્યવહારરાશિમાંથી
વ્યવહારરાશિમાં અને વ્યવહારરાશિમાંથી ચરમાવર્તકાળમાં પ્રવેશે છે. ચરમાવર્તકાળમાં આવી શુકલપાક્ષિક બને છે. આગળ વધતાં સમ્યગદર્શન, દેશવિરતિ, સર્વવિરતિ અને સિદ્ધગતિ મેળવે છે. તેમાં કાળનું પરિબળ કાર્યશીલ છે.
નિગોદથી મોક્ષ સુધીની અધ્યાત્મિક વિકાસની મહાયાત્રામાં કાળનું એકમ ભાગ ભજવે છે. પ્રત્યેક જીવ અવ્યવહારરાશિની સૂક્ષ્મ નિગોદમાં અનંતકાળ પસાર કરે છે. ત્યાં અનિચ્છાએ (અકામ, નિર્જરા) જીવ દુઃખો સહન કરી કર્મની લઘુતાવાળો બને છે. જયારે એક જીવ સિદ્ધ થાય ત્યારે જેમની નિગોદમાંથી બહાર નીકળવાની નિયતિ તૈયાર થઇ ગઇ છે અને કાળનો પરિપાક થઇ ગયો છે તે જીવા અવ્યવહારરાશિ છોડી વ્યવહારરાશિમાં પ્રવેશે છે.
આ અવ્યવહારરાશિમાંથી નીકળેલો જીવ બાદર એકેન્દ્રિયમાં, વિકલેજિયમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં (દેવ, નરક કે મનુષ્ય સિવાય) ગમે ત્યાં ઉત્પન્ન થઇ શકે છે. વ્યવહારરાશિમાં આવ્યા પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org