________________
૨૫૮
અદ્ભુત ભકિત અને અનન્ય બહુમાન હોય છે. રોહિણેયકુમારનો શણગાર:
હજારો સેવકો જેનો પડયો બોલ ઝીલવા આતુર નયને રાહ જોઇ રહ્યા હોય તેવો પુણ્યશાળી આત્મામગધાધિપતિ આજે સર્વવિરતિના પંથે પ્રયાણ કરી રહેલા એકતસ્કરરાજને પોતાના હાથે સ્વયં સ્નાન કરાવે છે. દીક્ષાર્થીનું કેવું બહુમાન! અરે! ખુદ રાજા તેને મનોહર અને દિવ્ય વસ્ત્રો પરિધાન કરાવે છે. બહુમૂલ્ય રત્નજડિત આભૂષણોથી તેને અલંકૃત કરે છે. રાસનાયકના કાનમાં દિવ્ય કુંડલો શોભતા હતાં. તેના ગળામાં રત્નજડિત નવસરો હાર શોભતો હતો. તેણે દશે આંગળીએ વેઢ પહેર્યા હતાં. તેણે બાંયે બાજુબંધ પહેર્યા અને માથે મુગટ બાંધ્યો. આજે રોહિણેયકુમારનો ઠાઠ અલગ જ હતો. તે રાજકુમાર જેવો શોભી રહ્યો હતો. તેનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠયું.
નગરજનો અને મહાજન દસ્યુરાજ રોહિણેયની પૂર્વ અવસ્થાને ભૂલી તેને જોવા ઉત્સુક બન્યા. સાચું જ કહ્યું છે:
મૃદુતા કોમલ કમલમેં, વજસાર અહંકાર;
છેદત હૈઈકપલકમેં, અચરિજ એહ અપાર.” (સમતા શતક-૩૦) અર્થ: રે! કેટલું આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. મૃદુતા-નમ્રતા કમળથી પણ કોમળ છે છતાં વજ જેવા કઠોર અહંકારનો એક પલકમાં ભૂક્કો બોલાવી દે છે.
રોહિણેયકુમારના પશ્ચાતાપે (મૃદુતા), ભૂલની એકરારતાએ તેને લોકલાડીલો બનાવી, દીધો.
લોકો રાજમહેલના ચોકમાં એકઠાં થયાં. રાજાએ સેવકો દ્વારા ચોકમાં કેસર, ચંદન અને ચૂઆ જેવા સુગંધિત પદાર્થોનો છંટકાર કરાવ્યો. વાતાવરણમાં ખુબૂ પ્રસરી ગઇ. વાતાવરણમાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજી રહ્યો હતો. પવન પણ આજે મંદ મંદ ગતિએ વાઇ રહ્યો હતો. આનંદવિભોર બની કેટલાક લોકોએ પોતાનું ધન લાવી ન્યૂછણા તરીકે મૂકયું. રાજયના સર્વ લોકો દીક્ષાર્થીનું બહુમાન કરવા તલપાપડ બન્યા હતા. ગાંધર્વોએ મધુર કંઠે સંગીતના સુર રેલાવ્યા. વાતાવરણમાં મધુર સુરાવલિઓ ગુંજી ઉઠી.
વર્ષીદાનમાં સોનાનાં પુષ્પો અને સોનામહોરો ઉછળી રહી હતી. હજારોની સંખ્યામાં માનવમેદની ઉમટી. મુમુક્ષુરોહિણેયકુમારના હાથે વર્ષીદાન લેવા લોકો પડાપડી કરવા લાગ્યા. લોકોમાં કાળો કેર વર્તાવી, તેમનું ધન આંચકી લેનારો રોહિણેયકુમાર આજ લોકપ્રિય બન્યો! જિનશાસનની કેવી બલિહારી ! એક સંચમી પ્રત્યે કેવું બહુમાન!
સંતાતો, લપાતો ફરતો રોહિણેયકુમાર આજે વિશ્વ વંદનીય બન્યો! રૂક્ષતાના સ્થાને લોકોએ તેને આત્મિયતા બતાવી. તે સૌના હૈયાનો હાર બન્યો. સૌના મુખે તેની પ્રશંસાના પુષ્પો વેરાઇ રહ્યાં હતાં. લોકો શતમુખે તેની વિરલતાના વખાણ કરી રહ્યા હતા. રોહિણેયકુમાર લોકોની પ્રશંસા અને અનુમોદનાથી ધરાઈ ગયો. તેના હૈયે હર્ષની ઉર્મિઓ ઉછળવા લાગી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org