________________
૨૨૧
જિનવાણીના રસપાનથી આત્મા અનિર્વચનીય, આત્મિક આનંદની અનુભૂતિ કરે છે. તેના આત્મપ્રદેશો સહજ સુખરસથી તરબોળ બને છે. તેને ભેદજ્ઞાનની અનુભૂતિ થાય છે. આમ, જિનવચન એ લોકાલોકને બતાવનાર મહાદીપક છે.
શ્રી અમૃતવિજયજી મહારાજે જિનવાણીની સજઝાય'માં હિતશિક્ષા આપતાં કહ્યું છે:
શ્રી જિનવાણી પ્રાણી ચિત ધરો રે, ટાળી સકળ સંદેહ; શ્રદ્ધા સાચી રાખીને ગ્રહો રે, આતમ શક્તિ વિશેષ..
શી. ૧ સમકિત પામી વમી મિથ્યાત્વને રે, પ્રગટે સાચુંરે હેમ; ફરી તે અવર રૂપ જિમ નવિલહેરે, તિમ ધરો સમકિત પ્રેમ..
શ્રી..૨ માર્ગાનુસારી ક્રિયા અનુમોદીયેરે, એ જિનશાસન મર્મ; સદ્ગર સંગ થકી વળી પામીએ રે, વાત વિશેષનો ભર્મ..
શ્રી..૩ સમકિત દષ્ટિ હોયે જે નરારે, બોલે બિઠુંનય વાચ; આ પ્રસંગે પરનિંદે નહિરે, સમકિત તેહનો સાચ..
શ્રી..૪ ચારિત્ર નિર્મળ જ્ઞાન પ્રમાણતારે હોયે તસવસાય; તેહી જ દર્શન દેજો જગપતિ રે, અમૃત પ્રણમેરે પાપ..
શ્રી..૫ અર્થ: હેભવ્યજીવો!ત્વમેવ સર્વાનિ શંવનંનિર્કિંપવેફર્ચા અર્થાત્ નિગ્રંથ પ્રવચન અક્ષરે અક્ષર નિ:શંકપણે સત્ય છે, એવું સ્વીકારો કારણકે જિનેશ્વરનાં વચનોની અવિહડ શ્રદ્ધા થતાં મિથ્યાત્વરૂપી ગાંઠનું છેદન ભેદન થાય છે. મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થતાં સખ્યત્ત્વરૂપી સોનાના સૂર્યનો ઉદય થાય છે. જેમ અનેક દિશાઓ હોવા છતાં સૂર્યને અવતરિત કરવાની યોગ્યતા ફકત પૂર્વ દિશામાં જ છે, તેમાં અનાદિનો મિથ્યાત્વી ફકત માનવ ભવમાં જ સમ્યકત્વરૂપી ભાનુને અવતરિત કરી શકે છે.
સમ્મરત્વ પ્રાપ્તિની પ્રાથમિક ભૂમિકા માર્ગાનુસારીપણું છે. માર્ગાનુસારીપણામાં ગુણોનો વિકાસ કરતો આત્મા સદ્ગરના માધ્યમે સંશય દૂર કરી અનુક્રમે પ્રગતિના સોપાનો ચડે છે. જિનવચન વ્યવહાર નય અને નિશ્વયનય યુક્ત છે. તેના રહસ્યને સદ્ગુરુ સમજાવે છે ત્યારે સાધક અન્ય દર્શનીઓ પ્રત્યે માધ્યસ્થતા કેળવે છે. સત્યદષ્ટિ પ્રાપ્ત થતાં જ્ઞાન અને ચારિત્ર પણ સખ્યમ્ બને છે. સમ્યગ જ્ઞાનના આલોકમાં આખું જગત સ્વપ્ન સમાન જણાય છે.
નિજ ગુણ સબ નિજમાં લખે, ન રાખે પરગુણની રેખ રે; - ખીરનીર વિવરો કરે, અનુભવ હંસ શું પેખરે...પ્રણમું પદપંકજ પાર્થના.” અર્થ: હંસ જેમ ક્ષીરનીરનો વિવેક કરી દૂધ અને પાણીને જુદા કરે છે, તેમ જ્ઞાની આત્મા અનુભવના બળે આત્મા અને અનાત્માનો વિવેક કરે છે. સ્વ પરનો વિવેક કરી હેયને છોડી ઉપાદેયમાં રહેવાનો સદૈવ પ્રયત્ન કરે છે.
જિનવાણી સંસારનું ઉગ્ર, બિહામણું અને ભયંકર સ્વરૂપે દર્શન કરાવે છે. હિતકારી ઉપદેશ સાંભળી ભવ્યજીવોપરિષહોને હસતા મુખે સહન કરી ભવસાગર તરી જાય છે. - ' શ્રી ધર્મદાસગણિવર ‘ઉપદેશમાલા' ગ્રંથમાં કહે છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org