________________
૧૦૪
તેને પિયરનું ઘર પરાયું લાગે છે, તેનું મમત્વ ઓછું થઈ જાય છે. તેનું પતિના ઘરનું મહત્ત્વ વધી જાય છે. તેમ રોહિણેય કુમારને જિનવાણીનું પરિણમન થતાં સંસાર પ્રત્યે મમત્વ ઘટવા માંડ્યું. તેને સંસારના કર્તવ્યો, કૌટુંબિક સંબંધો પરાયા જણાયા અને અન્ય વસ્તુઓમાંથી વિક્ષેપ અને વિકલ્પ નીકળી ગયો તેનું મન હવે સર્વવિરતિધર બનવા થનગની રહ્યું. આ છે જિનવાણીથી પ્રબુદ્ધ બનેલા આત્માન અંતરંગ દશા!
જિનવાણીનું ફળ દર્શાવતાં “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે:
जिणवयणे अनुरत्ता जिणवयणंजे करंति भावेणं।
3મના સંનિફ્ફાતેહુતિપરિત સંસારી(અ.૩૬,ગા.૨૬૬, પૃ.૪૪૫) અર્થ: જે જીવાત્મા જિનવચનમાં શ્રદ્ધાવંત છે અને જિનવચન અનુસાર ધર્માનુષ્ઠાનો ભાવપૂર્વક કરે છે. તે મલરહિત અને સંકલેશરહિત એવા મર્યાદિત સંસારવાળા બને છે.
માર્ગાનુસારીના પંદરમા બોલમાં કહ્યું છેઃ
‘નિરંતર ધર્મશ્રવણ કરવું. ઊંડો વિચાર કરતાં તારવણી કાઢી શકાય કે માર્ગાનુસારીના ચોત્રીસ(૩૪) બોલનો મુખ્ય આધાર આ એક જ બોલ ઉપર રહેલો છે. બુદ્ધિના આઠ ગુણોઃ
“શ્રી ધર્મબિંદુપ્રકરણ'ના સૂ.૫૮ની ટીકામાં બુદ્ધિના આઠ ગુણો આ પ્રમાણે છે. (૧) શુશ્રુષા = સાંભળવાની ઈચ્છા (૨) શ્રવણ = સાંભળવું (૩) ગ્રહણ = શાસ્ત્રના અર્થનો સ્વીકાર (૪) ધારણ = યાદ રાખવું (૫) વિજ્ઞાન = મોહ, સંશય અને વિપર્યાસ રહિત જ્ઞાન (૬) ઉહ = સામાન્યજ્ઞાન (0) અપોહ = વિશેષજ્ઞાન (૮) તત્ત્વભિનિવેશ = વિજ્ઞાન, ઉહ, અપોહની વિશુદ્ધિ. આ પ્રમાણે જ છે' એવો નિર્ણયને તવાભિનિવેશ છે.
શ્રી નંદીસૂત્ર અનુસાર બુદ્ધિના આઠ ગુણો નીચે પ્રમાણે છે. (૧) શુશ્રુષા:
મનુષ્યભવ, તેની દુર્લભતા, બહુમૂલ્યતા અને પ્રયોજન વગેરે બાબતોનો નિર્ણય બતાવનારાં શાસ્ત્ર-સિદ્ધાંતો, સપુરુષોનો ઉપદેશ સાંભળવાની ઈચ્છા, તેમાં રુચિ અને આસક્તિ હોવી એ જ સાચી શુશ્રુષા છે. (૨) ધર્મશ્રવણ
સાંભળવું, શબ્દોનું કાનમાં અથડાવું. જેનાથી આત્માની અવળાઈ અને નબળાઈ ટળે. દુર્ગતિ દૂર થાય, સત્યમાર્ગની જાણ થાય, આત્મિક સુખ મળે એવા ધર્મનું સ્વરૂપ સાંભળવું તે ધર્મશ્રવણ છે. પતિતને પાવન કરે તે ધર્મ.તુતિપ્રપતન પ્રાપિન ઘારયતિતિ વર્ના અર્થાત દુર્ગતિમાં પડતા જીવને પકડી રાખે તેનું નામ ધર્મ છે. આવા ધર્મનો બોધ થવાથી વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે. પદાર્થમાં હેય અને ઉપાદેયની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અંતરમાંથી કામ ક્રોધાદિરૂપ ઝેર ક્રમે ક્રમે ઘટવા માંડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org