________________
...૦૯
રોહણીઉ મુખ્ય એમ કહઈ, વ્યકરું રૂપું શલાય; ચંપાશો સઘલાં તો, પાતિગ મોટુ થાય માહરો ગરાસ જ રાખતા, સ્યુ હોસઈ જઈકાર; કાંઈક ચેત્યની બાપડા, ભુડા અભઈ કુમાર ખનખેદ મંત્રી થયો, તવ રોહણ બોલીહ; ષટ મહીનામા મુઝ વલી, ચોર કરી ઝાલેહ વીર હાથિ તો દિખિ ચહ્યું, સૂણતુ અભઈ કુમાર ત્યાહાં લગઈ તુઝનઈ હું વલી, નીતિ કરું જોહાર
• ૮૪ અર્થઃ અપમાનિત થયેલા કોટવાલે ક્રોધથી લાલપીળા થઈ કહ્યું, “આ ચોરને હું પકડીને સારો એવો મેથીપાક ચખાડીશ તેમજ તેના ગળામાં દોરડું બાંધી બળદની જેમ(નાથી) હળમાં જોડીશ (જેથી તેની શાન ઠેકાણે આવે.)”
રોહિણેયકુમાર આ સમયે પણ (રોહણશેઠ બની) રાજાની બાજુમાં જ બેઠો હતો. તેણે કોટવાલના અહંકારી વચનો સાંભળ્યા. તે અકળાઈ ઉઠ્યો (તેણે ઝડપથી ફાળિયું- ફેટો માથે બાંધ્યું.) તે વિદ્યાના બળે ઝડપથી વીજળીની જેમ ઉછળી હવેલીની મેડી પર ચઢી ગયો. રાજાના સૈનિકો તેને પકડવા પાછળ દોડ્યા પરંતુરોહિણેયકુમાર ક્ષણવારમાં કિલ્લો ઓળંગી ગયો.
મહામંત્રી અભયકુમાર સ્વયં તેની પાછળ દોડ્યા. તેમણે તીક્ષ્ણ તીર છોડ્યું પણ ચોરને વાગ્યું નહીં. તે તીરવિદ્યાના બળે આકાશમાં અધ્ધર જ રહ્યું.
...૮૦ - રોહિણેયકુમારે તે સમયે (ઘૂંવાફૂવા થતાં) મુખેથી ક્યું “જો તમે મને પકડવાનો પ્રયાસ કરશો તો હું એક વિશાળ કાય શિલાનું નિર્માણ (વિકુર્વીશ) કરીશ. તમે સર્વ તેની નીચે ચગદાઈ (દબાઈ) ને મૃત્યુ પામશો.ખૂબ મોટુંપાપકર્મ થશે.”
.૮૧ રોહિણેયકુમારે મહામંત્રીને કહ્યું, “અરે મહામંત્રી અભયકુમાર !મારો ગરાસ છીનવી લેતાં તમને શરમ ન આવી? તમે શું સારું કાર્ય કર્યું? બાપલા!હવે ચેતી જજો.”
મહામંત્રી અભયકુમાર અત્યંત શોકમગ્ન (ચિંતાતુર) બન્યા. ત્યારે રોહિણેયકુમારે પડકાર ફેંકતા કહ્યું “જો મને કોઈ છમહિનામાં ચોર સાબિત કરી પકડી બતાવે.
•.૮૩ તો હું ભગવાન મહાવીર સ્વામીના પંથે સર્વવિરતિ ધર્મ સ્વીકારીશ” અભયકુમાર આશ્ચર્યચકિત બની રોહિણેયકુમારના વચનો સાંભળતા રહ્યા. તેણે પુનઃ આગળ કહ્યું “મહામંત્રી ! ત્યાં સુધી હું નિત્ય તમને મળીને પ્રણામ કરવા આવીશ.”
વિવેચન રોહિણેયકુમારે નિત્ય ક્રમ પ્રમાણે ચોરીનો માલ લાવી ગુફામાં મૂક્યો. કોટવાલ કંઈ ન કરી શક્યો. રાજકોષ લૂંટાઈ ગયો. ચોરીનો ઉપદ્રવ દિન-પ્રતિદિન વધતો જ ગયો. મહારાજા શ્રેણિકની ચિંતાનો કોઈ પાર ન હતો. તેમણે કડક શબ્દોમાં કોટવાલને ઠપકો આપ્યો. અપમાનિત થયેલા કોટવાલે લજ્જિત થઈ કહ્યું, “રાજના આ ચોરોને પકડી તેને બળદની જેમ નાથી હળમાં જોડીશ ત્યારે જ મને
૮૨
“.૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org