________________
આત્મકલ્યાણ કરે છે.
શ્રી વિશેષાવશ્યકભાષ્ય'માં કહ્યું છે: पत्तेयमक्राइं अक्खरसंजोग जत्तियालोए।
एइवइया सुयनाणे पयडीअ होंति नायव्वा ।। અર્થ: સમગ્ર ચૌદ રાજલોકમાં જેટલા અક્ષરો છે અને અક્ષરોના જેટલા સંયોગો છે તેટલા શ્રુતજ્ઞાનના ભેદ છે. અક્ષરોના સંયુક્ત અને અસંયુક્ત સંયોગો અનંત છે. પ્રત્યેક સંયોગના અનંત પર્યાય છે. તેથી શ્રુતજ્ઞાનના અનંતભેદ છે. આ ભેદોને કહેવા સર્વજ્ઞ ભગવંત પણ અસમર્થ છે. '
જેમ અગાધ સમુદ્રના પાણીને બે હાથથી ઉલેચી ન શકાય તેમ શ્રુતજ્ઞાનની મહત્તાનું માપ કાઢવું અશક્ય પ્રાયઃ છે. અમાપ શ્રુત આજે વર્તમાન કાળે આપણી પાસે માત્ર ખાબોચિયા સમાન સીમિત રહી ગયું છે. કાળની થપાટખાતાં, કુદરતી આફતોનો સામનો કરતાં શ્રુતજ્ઞાનમાં અનેક ચડાવ-ઉતાર આવ્યાં. વર્તમાન કાળે સ્થાનકવાસી સંપ્રદાયમાં બત્રીસ આગમો અને મૂર્તિપૂજક સંપ્રદાયમાં પીસ્તાલીસ આગમો છે. એમાંથી પણ ઘણું જ્ઞાન વિચ્છેદ ગયું છે. શ્રુતની મોટી હોનારત સર્જાયા પછી પણ આટલું શ્રુત જોઈ આશ્ચર્યચકિત થવાય છે, તો પૂર્વે કેટલું શ્રુત હશે ? ચૌદપૂર્વના લખાણનું માપ:
ચૌદપૂર્વની વિશાળતાનું પ્રમાણ બતાવતાં શ્રી કલ્પસૂત્ર ગ્રંથની ટીકામાં ટીકાકાર મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ. કહે છે કે, એક મહાવિદેહ ક્ષેત્રનો, ૫૦૦ ધનુષની અવગાહનાવાળો હાથી તેના વજન પ્રમાણે શાહીનાઢગલાથી જેટલું લખી શકાય તેટલું એક પૂર્વનું જ્ઞાન હોય છે.
અસત્ કલ્પનાએ એક પૂર્વ = ૧ હાથી પ્રમાણ શાહીના ચૂર્ણમાંથી ૦૦૦,૦૦૦ પૃષ્ઠ લખી શકાય તો બીજા પૂર્વમાં તેનાં કરતાં બમણા એટલે ૧,૪૪,૦૦,૦૦૦ પૃષ્ઠ લખી શકાય. ત્રીજા પૂર્વમાં ૨,૮૮,૦૦,૦૦૦ પૃષ્ઠ, ૪ થા પૂર્વમાં પ,૦૬,૦૦,૦૦૦ પૃષ્ઠ, આ રીતે બમણાં કરતાં જઈએ તો ૧૪ પૂર્વમાં લગભગ ૧,૧૪,૬૮,૧૦,૦૦,૦૦૦ (એકપર્વ, ચૌદ અબજ, અડસઠ કરોડ, દસ લાખ) પૃષ્ઠ જોઈએ.
આ વર્તમાન કાળના ભરતક્ષેત્રના હાથીની કલ્પના કરીને ગણતરી કરી છે. ૫૦૦ ધનુષની ઊંચાઈવાળા હાથીને અનુસરીને ગણતરી કરીએ તો કલ્પના બહારની ગણના થાય. ૧૪ પૂર્વધરો વિરાટજ્ઞાનના દરિયા હોય છે.
૧૪૪૪ ગ્રંથના રચયિતા યાકિની મહત્તરાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી આગમો પ્રત્યે અહોભાવ દર્શાવતાં કહે છે?
कत्थअम्हारिसा पाणी दूसमा दोस दूसिया।
हा हा अणाहा बहं हुँतोजइ नहुँतो जिणागमो।। અર્થ: દુઃષમ કાળના દોષથી દૂષિત અમારા જેવા અનાથ-દુર્ભાગી આત્માઓનું શું થાત? જો અમને ભગવાન શ્રી જિનેશ્વર દેવોના આગમો ન મળ્યા હોત તો? આગમ:
વિશ્વના આસ્તિક ધર્મમાં ધર્મગ્રંથોનું આગવું સ્થાન છે. જૈન દર્શનમાં કુલ્લે ૪૫ આગમોનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org