________________
3
તીર્થકર ભગવંતના સમવસરણનો મહિમા જૈન ધર્મમાં અપાર છે.
ગૌતમસ્વામી અષ્ટાપદની યાત્રા કરી પાછા ફર્યા ત્યારે તેમને ૧૫૦૩ તાપસો મળ્યા. તેઓ ગૌતમસ્વામીની લબ્ધિ અને શક્તિથી પ્રભાવિત બન્યા. તેમણે દીક્ષા લીધી. ગૌતમસ્વામીએ તેમને સમવસરણમાં જવાની વાત કરી. ત્યારે ૫૮૧ તાપસોને ફક્ત સમવસરણનું નામ સાંભળતાં કેવળજ્ઞાન થયું. બીજા ૫૮૧ને દૂરથી સમવસરણનાં દર્શન થતાં કેવળજ્ઞાન થયું. બાકીના ૫૮૧ તાપસોને સમવસરણમાં બિરાજમાન ભગવાનની વાણી સાંભળતાં કેવળજ્ઞાન થયું.
ભગવાન બદષભદેવને કેવળજ્ઞાન થતાં ભરતચક્રવર્તી પોતાની દાદી મરુદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડી દર્શન કરવા લઈ ગયા. ભરત મહારાજાએ દૂરથી દેખાતા સમવસરણનું દાદી સમક્ષ વર્ણન કર્યું. તે સાંભળતાં મરુદેવામાતા અત્યંત પુલકિત બન્યા. પુત્રવિરહથી તેમનાં ચર્મચક્ષુઓ ધૂંધળાં બન્યાં હતાં પરંતુ ભગવાનનો મહિમા સાંભળી આંતરચક્ષુપ્રકાશિત થયાં. હાથીની અંબાડી પરબેઠાં બેઠાં મરુદેવા માતા કેવળજ્ઞાન પામ્યા. આવો અદ્ભુત પ્રભાવ છે સમવસરણનો!!
- સમવસરણની દિવ્યતા અને ભવ્યતા રોહિણેયકુમારના આત્મ ઐશ્વર્યને પ્રગટાવવામાં કેવી રીતે સહાયક બની તે જોઈએ.
ભગવાન મહાવીર સ્વામી મનોરમ ઉધાનમાં પધાર્યા ત્યારે દેવોએ સમવસરણનું આયોજન કર્યું. તે સમયે યોગાનુયોગ રોહિણેયકુમાર ચોરી કરવા રાજગૃહી નગરી તરફ જઈ રહ્યો હતો. તેને વૈભારગિરિની ગુફામાંથી રાજગૃહીમાં ચોરી કરવા જવું હોય તો પ્રભુના સમવસરણ પાસેથી જવું પડતું.
અત્યાર સુધી રોહિણેયકુમારે જિનવાણીનું શ્રવણ ન કરવાની પ્રતિજ્ઞાનું અખંડપણે પાલન કર્યું હતું. તે સમવસરણ જોઈ થંભી ગયો. પોતાની પ્રતિજ્ઞા યાદ આવી. નગરમાં જવાનો અન્ય કોઈ માર્ગ ન હોવાથી તેને સમવસરણ પાસેથી જવા સિવાય છુટકો જ ન હતો. ભગવાન મહાવીરનો. ઉદ્યોષ તેના કાને પડ્યો. ભવ્ય જીવો!' તેણે તરત જ પોતાના બંને હાથની આંગળીઓ વડે કાન બંધ કરી દીધાં. ‘હુંપ્રાણના ભોગે પણ સંતવાણી નહીં સાંભળું એ પ્રતિજ્ઞા યાદ આવી પરંતુ નિયતિમાં કંઈક જુદું જ લખાયું હતું. તે બન્ને પગરખાં હાથમાં લઈ એકદમ દોડયો. તે સમવસરણની નજીક આવ્યો ત્યારે જ પગમાં કાંટો વાગ્યો. બાવળની તીણ શૂળ પગની આરપાર નીકળી ગઈ. બાવળિયો કાંટો વાગી ગયો હોય તો ગમે તેવો હષ્ટપુષ્ટ માણસ પણ પગ માંડી શકતો નથી. તે આહકારો ભરતો જમીન પર બેસી ગયો. વિધુત્વતિથી તેના બન્ને હાથે કાંટા લાગેલા પગને પકડી લીધો. તે સમયે સર્વ સંદેહને હરનારી અમૃત તુલ્ય જિનવાણી તેણે સાંભળી. તે સમયે પરમાત્મા દેવતાના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા હતા.
केसच्छि मंस नह रोमरुहिर वस चम्ममुत्त पुरिसेहिं! रहिया निम्मल देहा, सुगंध नीसास गयलेवा ।।१।। अंतमुहुत्तेणंचिय, पज्जत्ता तरुण-पुरिस संकासा । સવંગ મૂસળધરા, સનરાનિયા સમાવેવા Tીર ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org