________________
૮૨
દેવીઓ, સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને બેસવાની વ્યવસ્થા છે.
ભગવાન સૂર્યોદય સમયે દેવતાઓની સાથે, સુવર્ણકમળ પર પગ મૂકી, પૂર્વના દ્વારથી સમવસરણમાં પ્રવેશે છે. તેમની પાછળ ગણધરો, કેવળીઓ, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિ-જ્ઞાનીઓ, ચૌદપૂર્વધરો અને અન્ય સાધુ ભગવંતો ઇમસર પધારે છે. તેઓ અગ્નિ દિશામાં બેસે છે. તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઊભાં રહે છે. દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશી મૈત્રત્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષી, વ્યંતર દેવોની દેવીઓ આવીને ઊભી રહે છે. પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશી વાયવ્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષી વ્યંતર દેવો પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. વૈમાનિક દેવો, મનુષ્ય સ્ત્રી-પુરુષો ઈશાન દિશામાં બેસે છે. ચોસઠઈન્દ્રો ભગવાનની સન્મુખ હાથ જોડીને ઊભા રહે છે. '
સમવસરણમાં બાર પ્રકારની પર્ષદા દેશના સાંભળવા આવે છે. ભગવાનની સમીપમાં સર્વ જીવો પરસ્પર જન્મગત કુદરતી વૈરભાવ વિસરી જાય છે. સમવસરણ સમભાવનું આગાર છે. તેનો વિસ્તાર એક યોજન જેટલો છે. આટલા વિસ્તારમાં કરોડો દેવો, મનુષ્યો અને તિર્યંચોનો સમાવેશ સરળતાથી થઈ જાય છે.
સિંહાસનની બે બાજુએ ચામરધારી દેવો છે. સિંહાસનના આગળના ભાગમાં સુવર્ણકમળ ઉપર ધર્મચક્ર હોય છે. ચારે દિશામાં એક મહાધ્વજ હોય છે.તે એક હજાર યોજન ઊંચો હોય છે.
તે ભગવાન જ્યારે વિહરતા હોય ત્યારે આકાશમાં દેવો અશોકવૃક્ષની રચના કરે છે. જે ભગવાનને છાંયો આપે છે. આ વૃક્ષ પર સર્વ ઋતુમાં સર્વોત્તમ પુષ્પો હોય છે.
ભગવાન પૂર્વ દિશામાં સિંહાસન પર બેસે છે. બાકીની ત્રણે દિશામાં વ્યંતર દેવતાઓ ભગવાનની ત્રણ પ્રતિકૃતિ રચે છે, જે સાક્ષાત્ ભગવાન જેવી જ લાગે છે. તે ભગવાનનો અતિશય છે. ભગવાન ચતુર્મુખ હોય, છતાં દરેકને ભગવાનનું એક જ મુખ દેખાય છે. દરેકને ભગવાન એક સરખા દેખાય છે. તેમના મુખ પરના હાવભાવ અને વાણી પણ એકસરખાં હોય છે. દરેકને પોતાની સન્મુખ હોય તેવું લાગે છે.
સમવસરણમાં બિરાજમાન તીર્થકર સર્વપ્રથમ ‘નમોતિન્દુસ્સ’ કહી તીર્થ (ચતુર્વિધ સંઘ)ને નમસ્કાર કરે છે. પોતે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યા છતાં જગતના જીવોએ પૂજનીય વસ્તુની પૂજા કરવી જોઈએ એવો આદર્શ બતાવવા તેઓ તીર્થને નમસ્કાર કરે છે. તેમાં સંઘનું માહાભ્ય અને વિનય ગુણ પ્રદર્શિત થાય છે.
ચારે બાજુ પચ્ચીસ પચ્ચીસ યોજન, ઉર્ધ્વ અને અધો સાડા બાર યોજન એમ સવાસો યોજનના વિસ્તારમાં રોગ, વૈર, ઈતિ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્ભિક્ષ, સ્વચક્ર અને પરચક્રનો ભય ન થાય. આ વિશિષ્ટતાને ‘અપાયાપગમાતિશય' કહેવાય છે.
મિથ્યાષ્ટિ જીવો સમવસરણની બાહ્ય રચના જોઈ અંજાઈ જાય છે. તેઓ ભગવાનને સાક્ષાત્ જોઈ શકતાં નથી. સાચી જિજ્ઞાસાવાળા જીવોનું મનનું સમાધાન ભગવાનનાં દર્શન અને દેશના શ્રવણથી થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org