________________
કલ્પસર
BE
544444
વરસનો ચારિત્રપર્યાય પાળી અંતે અનશન કરી કાળધર્મ પામી શેઠ સૌધર્મદેવલોકમાં ઈન્દ્ર થયા. વ્યાખ્યાન ઐરિક તાપસ પણ મરણ પામી સૌધર્મેન્દ્રના ઐરાવણ હાથી તરીકે ઉપયોગમાં આવે એવો દેવ
થયો. જ્યારે આ ઇન્દ્ર કાર્તિકનો જીવ છે એમ તે હાથીએ જાણ્યું, ત્યારે તે ભાગવા લાગ્યો. ઇન્દ્ર કે તેને પકડી તેના ઉપર ચડી બેઠો. હાથીએ ઇન્દ્રને ભય પમાડવા બે રૂપ કર્યો એટલે ઇન્દ્ર પણ છે કે બે રૂપ કર્યા. હાથીએ ચાર રૂપ કર્યા ત્યારે ઇન્દ્ર પણ ચાર રૂપ કરી અવધિજ્ઞાનથી જોયું તો ?
તાપસનો જીવ આ હાથી થયો છે એમ જાણ્યું. પછી ઇન્દ્ર તિરસ્કાર કર્યો ત્યારે હાથીએ લાચાર આ થઈ પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું. ઈન્દ્રના શતક્રતુ નામ માટે કાર્તિક શેઠની કથા કહી.
વળી એ ઇન્દ્ર સહસ્ત્રાક્ષ કહેવાય છે, કારણ કે તેના પાંચસો દેવ પ્રધાનો હોય છે. તેમની જી. હજાર આંખો ઇન્દ્રનું જ કાર્ય કરતી હોય છે તેથી એક હજાર આંખવાળો કહેવાય છે, વળી ઇન્દ્રને મોટા મોટા મેઘો વશ હોવાથી ઇન્દ્ર મઘવાન કહેવાય છે, પાક નામના રાક્ષસને શિક્ષા કરનાર હોવાથી ઇન્દ્ર પાક-શાસન કહેવાય છે, દક્ષિણ બાજાના અર્ધા લોકનો અધિપતિ હોવાથી ઇન્દ્ર દક્ષિણ લોકાધિપતિ કહેવાય છે, ઐરાવણ વાહનવાળો એવો તે ઇન્દ્ર બત્રીશલાખ વિમાનોનો અધિપતિ છતો પોતાને સ્થાને રહેલ છે. વળી તે ઇન્દ્ર દેવતાઓનો સ્વામી હોવાથી દેવેન્દ્ર કહેવાય છે, વળી તે ઇન્દ્ર રજ વિનાનાં સ્વચ્છ વસ્ત્રને ઘારણ કરનારો, યથાયોગ્ય સ્થાને માળા મુગટને
ધારણ કરનારો, આમતેમ ડોલતા, મનોહર ચિત્રવાળા, સુવર્ણનાં બે કંડલોથી ઘસાતા Eગાલવાળો, છત્ર વગેરે રાજ ચિહનોની મોટી સમૃધ્ધિવાળો, મોટી કાંતિવાળો, મોટા બળવાળો, F કે મોટા યશવાળો, મોટા મહિમાવાળો, અતિશય સુખી, દેદીપ્યમાન શરીરવાળો, પગ સુધી લટકતી કે 3 પાંચ વર્ણનાં પુષ્પોની વનમાળાને ધારણ કરનારો. એવો છતો ઇન્દ્ર સૌધર્મદેવલોકમાં
સૌધર્માવલંસક નામના વિમાનમાં, સુધર્માનામની સભામાં, શક્ર નામના સિંહાસન પર બેઠો છતો, બત્રીસ લાખ વિમાનોના, ચોર્યાશી હજાર સામાનિક દેવો કે જેઓ ઇન્દ્ર જેવા આયુ, શક્તિ અને જ્ઞાનાદિ સમૃધ્ધિને ધારણ કરનારા છે. તેઓમાં તથા મહત્તર સમાન પૂજ્ય મંત્રી તુલ્ય એવા તેંત્રીશ
૫૧
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang