________________
REGREE
કલ્પસૂત્ર તડકે રાખનારાને, અને પાંચ સમિતિને વિષે ઉપયોગ રાખનારાને, તેમજ વારંવાર પડિલેહણ કરનારાને કર્મોનું તથા હિંસાદિ દોષોનું કારણ થતું નથી. અને તેવા સાધુ સાધ્વીઓને સંયમ આરાધવો સુલભ થાય છે.
குழுழுழுழுழுழுழுழு
Jain Education International
ચાતુર્માસ રહેલા સાધુ સાધ્વીઓએ ઠલ્લા માત્રાની ત્રણ ભૂમિઓને વારંવાર પડિલેહવી જોઇએ, પરંતુ શિયાળા તથા ઉનાળાની પેઠે ચોમાસામાં રાખવી નહીં, શિષ્ય પૂછે છે કે હે પૂજ્ય ! એમ શા માટે ? ત્યારે ગુરૂ કહે છે કે ચોમાસામાં ઘણું કરીને ઇન્દ્ર ગોપાદિક જીવો, તૃણ, બીજ, લીલફૂલ અને હરિતકાય વધારે ઉત્પન્ન થાય છે તે માટે કહીએ છીએ.
ચાતુર્માસ રહેલા સાધુસાધ્વીઓઓને ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં કલ્પે, શૌચને માટે એક પાત્ર, લઘુશંકા માટે બીજું પાત્ર અને કફબડખા કે લીંટ માટે ત્રીજું પાત્ર, આવા પાત્ર ન રાખવાથી જોરદાર શંકા થતાં ઉતાવળ કરવાથી આત્મવિરાધના થાય અને સંયમવિરાધના પણ વરસતે વરસાદે કે તે સિવાય પણ થાય છે.
ચાતુર્માસ રહેલ સાધુ સાધ્વીઓને આષાઢ ચાતુર્માસ પછી લાંબા વાળ રાખવા કલ્પે નહિ, પર્યુંષણ પછી તો ગાયના રૂંવાટા જેટલા પણ વાળ રાખવા કલ્પે નહિ. તેથી જિનકલ્પીને નિરંતર અને સ્થવિર કલ્પીને ચાતુર્માસમાં ભાદરવા સુદિ પાંચમના સાંવત્સરિક પતિક્રમણ પહેલાં જરૂર લોચ કરાવવો જોઇએ, શક્તિવંતે તો ચાતુર્માસમાં વારંવાર લોચ કરાવવો. પરંતુ તેવા ન હોય તેણે પણ ભાદરવા સુદિ પંચમીની રાત્રિને તો લોચ કર્યા વિનાની ઓળંગવી કલ્પે નહીં. વળી બાળ કે ગ્લાન સાધુ લોચ કરાવી ન શકે તો અપવાદથી મુંડન કરાવે. તથા માથામાં ગુમડાં થયાં હોય તો કતરાવવાની, અપવાદે જેમને તેમ કરાવવું પડે તે માસે માસે મુંડાવે, અને પંદર પંદર દિવસે કતરાવે અને એ મુંડાવવાનું તથા કતરાવવાનું પ્રાયશ્ચિત્ત નિશિથસૂત્રમાં કહ્યા પ્રમાણે લેવું. સાધુ-સાધ્વીઓએ છ છ માસે લોચ કરાવવો જોઇએ. પરંતુ કોઇ વૃધ્ધાવસ્થાવાળા હોય તો તેમણે આંખોના રક્ષણ માટે એકવાર બાર માસમાં લોચ કરાવવો હોય તો પર્યુંષણ પહેલાં કરાવવો.
For Personal & Private Use Only
DEE
குகு
વ્યાખ્યાન
૧૦
૩૧૯
www.jainelibrary.org