________________
કલ્પસૂત્ર )
શ્રી કલ્પસત્ર વ્યાખ્યાન - ૧૦
$વ્યાખ્યાન
GEEE
5444444444444444
અઠ્ઠાવીશ પ્રકારની સાધુ સમાચારી કહેવાય છે.
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ વર્ષાકાળના એક માસ અને વશ દિવસ ગયા પછી એટલે અષાઢ સુદિ પૂર્ણિમાથી એક માસ અને વીશ દિવસ એટલે પચાશ દિવસ ગયે છતે ચોમાસામાં પર્યુષણ પર્વ કરેલ છે. શિષ્ય પ્રશ્ન કરે છે કે હે પૂજ્ય ! તે શા કારણે એમ કહેવાય છે કે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ ચોમાસાનો એક માસ અને વીશ દિવસ વ્યતીત થયા પછી પર્યુષણ પર્વ કરેલ છે અને તેઓ વર્ષાવાસ રહ્યા છે.
ગુરુએ કહ્યું કે જે કારણે ઘણું કરીને ગૃહસ્થોનાં ઘરો સાદડી વગેરેથી ઢંકાયેલાં હોય છે. ખડી () ચૂના વગેરેથી ધોળાયેલાં હોય છે, ઘાસ વગેરેથી આચ્છાદિત કરેલાં હોય છે, છાણ વગેરેથી 5
» લીંપેલાં હોય છે, વાડ વગેરેથી સુરક્ષિત હોય છે, ઘસીને ખાડાખડિયા પૂરીને સરખાં કરેલાં હોય છે દિ છે, પાષાણના કટકા વગેરેથી ઘસીને લીસાં કરેલાં હોય છે, ધૂપથી સુવાસિત કરેલાં હોય છે, E.
પરનાળો ગોઠવીને અને ખાળો બરાબર કરીને પાણીને જવાના માર્ગ કરેલા હોય છે. એ રીતે ગૃહસ્થોએ પોતાના માટે પોતાનાં ઘર તૈયાર કરેલાં હોય છે. પોતાના માટે અચિત્ત કરેલાં હોય છે, ગૃહસ્થોના ઉપયોગ માટે હોય છે, પોતાના માટે જીવ-જંતુ રહિત બનાવેલાં હોય છે. તે
કારણથી એમ જણાવાય છે કે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ વર્ષાઋતુની વીશ રાત સહિત ) Eી એક માસ વ્યતીત થયે છતે વર્ષાવાસ રહ્યા હતા. એક માસ અને વીશ દિવસ પછી પર્યુષણા કરવા (E)
ટલે પર્યુષણ પર્વ આરાધ્યા પછી ચોમાસાનો બાકી રહેલ કાળ સ્થિરતા કરવી, જેથી મ ? તે આરંભમાં નિમિત્તભૂત ન થાય એ અહીં સાર છે.
જેવી રીતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ વર્ષાઋતુના વીશ દિવસ સહિત એક માસ રૂવીત્યા પછી પષણ વર્ષાવાસ રહ્યા હતા તેવી રીતે ગણધરોએ પણ ચોમાસાના પચાશ દિવસ
fi41 4444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org