________________
કલ્પસૂત્ર
5504444ழுழுழுழுழுழுழுழுழுழுழுகுழு!
Jain Education International
અરિહંત અરિષ્ટનેમિ પ્રભુ ત્રણસો વર્ષ સુધી કુમાર અવસ્થામાં રહ્યા, ચોપન રાત્રિ દિવસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા, અને ચોપન રાત્રિ દિવસ ઓછા એવા સાતસો વર્ષ સુધી કેવળી પર્યાય પાળીને તથા સાતસો વર્ષ સુધી ચારિત્ર પર્યાય પાળીને એ રીતે સંપૂર્ણ એકહજાર વર્ષનું આયુષ્ય ભોગવીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મ એમ ચારે અઘાતિકર્મોનો ક્ષય કરીને આ અવસર્પિણિ કાળનો દુષમસુષમ નામનો ચોથો આરો બહુ ગયે છતે જે આ ઉનાળાનો ચોથો માસ અને આઠમો પક્ષ એટલે અષાઢ શુક્લ પક્ષ તેની અષ્ટમીના દિવસે તીર્થસ્વરૂપ ગિરનાર પર્વતના શિખર ઉપર પાંચસો છત્રીશ સાધુઓ સહિત ચોવિહાર એક માસના ઉપવાસ તપથી અનશન પૂર્વક ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે મધ્ય રાત્રિના સમયે પદ્માસને બેઠેલા શ્રી અરિહંત અરિષ્ટનેમિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા, યાવત્ સર્વદુઃખોથી મુક્ત થયા એ પ્રભુના શાસન રક્ષક ગોમેદ યક્ષ અને અંબિકા યક્ષિણી હતાં.
નિર્વાણ પામેલા યાવત્ સર્વદુઃખોથી મુક્ત થયેલા શ્રી નેમિનાથ પ્રભુને ચોર્યાશી હજાર વર્ષ વ્યતીત થયા અને પંચ્યાશીમા હજાર વર્ષમાંથી પણ નવસો વર્ષ વ્યતીત થયા પછી, દશમા સૈકાનું આ એંશીમું વર્ષ જાય છે અર્થાત શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ચોર્યાશી હજાર વર્ષે શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. તેથી શ્રી નેમિપ્રભુના નિર્વાણ પછી ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષે આગમશાસ્ત્રો લખાયાં છે. આ પ્રભુના શાસનમાં બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી, નવમા પ્રતિવાસુદેવ જરાસંઘ, વાસુદેવ કૃષ્ણ અને બળદેવ બલભદ્ર થયા છે.
ઇતિશ્રી નેમિનાથ ચરિત્ર સમાપ્ત.
F
For Personal & Private Use Only
குகுகுகுழு5!
વ્યાખ્યા
શ્રી નમિનાથપ્રભુ આગલા ત્રીજા ભવે આ જંબુદ્વીપના મહાવિદેહના ભરતવિજયની કૌશાંબી નગરીમાં સિધ્ધાર્થ નામે રાજા હતા. તેમણે સમ્યક્ત્વ પામી દીક્ષા લઇ વીશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. ત્યાંથી અપરાજિત વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મિથિલા નગરીના વિજય રાજાની વપ્રા રાણીના ઉદરમાં ચૌદ સ્વપ્ન સૂચિત આસો સુદિ પૂનમના આવ્યા અને ૨૪૨
www.jainelibrary.org