SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર છે. રાજપુત્ર હતો ત્યારે રાજીમતીનો જીવ ધનવતી નામે મારી પત્ની હતી, બીજા ભવમાં અમે બન્ને ૨ વ્યાખ્યાન પહેલા દેવલોકમાં દેવ અને દેવી હતાં, ત્રીજા ભવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર થયો અને એ રત્નવતી નામે મારી પત્ની થઈ, ચોથા ભવમાં અમે બન્ને ચોથા દેવલોકમાં દેવ થયાં, પાંચમા ભવમાં હું અપરાજિત રાજા અને એ મારી પ્રિયતમા નામે રાણી થઇ, છઠ્ઠા ભવમાં અમે બન્ને અગિયારમા દેવલોકમાં દેવ થયા, સાતમા ભાવમાં હું શંખ નામનો રાજા થયો અને એ યશોમતી નામે મારી રાણી થઇ, આઠમા ભવમાં અમે બન્ને અપરાજિત વિમાનમાં દેવ થયા, અને આ નવમા ભંવમાં હું અને આ રાજીમતી છે. તે કૃષ્ણ ! નવ ભવના સંબંધથી એ રાજીમતીનો મારા રે પર સ્નેહ છે.” પછી શ્રી કૃષ્ણ વાસુદેવ, પ્રભુને વંદન કરી પોતાના સ્થાને ગયા. પ્રભુ બીજે વિહાર કરી ગયા, શ અને વિચરતા રૈવતાચલ પર્વત ઉપર સમવસર્યા, આ વખતે અનેક રાજપુત્રીઓ સાથે રાજીમતીએ પ્રભુ પાસે દીક્ષા લીધી અને પ્રભુના નાના ભાઈ રથનેમિએ પણ દીક્ષા લીધી. કોઈ વખત રાજીમતી સાધ્વી પ્રભુને વંદન કરી પાછા જતા હતાં ત્યારે વરસાદ પડવાથી વસ્ત્રો ભીંજાયાં તેથી તેઓ રસ્તામાં એક ગુફામાં ગયાં અને ત્યાં પોતાનાં ભીંજાયેલા વસ્ત્રો ઉતારી સુકવ્યાં. આ ગુફામાં પહેલેથી રથનેમિ મુનિ એક બાજુ ઉભા હતા તેમણે વસ્ત્રરહિત અતિ સૌંદર્યવતી રાજીમતીને જોવાની સાથેજ પોતાના મનનો સંયમ ગુમાવ્યો, વૈર્ય છોડી, કુળની લજ્જા ત્યજીને કહ્યું, હે એ સુંદરી! તપથી આવા સૌંદર્યયુક્ત શરીરને શા માટે સુકવો છો ? આવો, આપણે બન્ને સાથે ભોગસુખથી જન્મ સફળ કરીએ અને અંતે આપણે બન્ને ચારિત્ર લઈ આત્મશુદ્ધિ કરી મુક્તિ ) મેળવી લેશું. રથનેમિના આ શબ્દો સાંભળી તરત વસ્ત્ર પહેરી પૈર્ય રાખી રાજીમતીએ કહ્યું, “હે મહાનુભાવ ! તમને આવો નરકમાં નાખનાર અભિલાષ કેમ થયો છે ? તમે સર્વ સાવદ્યની પ્રતિજ્ઞા લઈને તેનો ભંગ કરવા તૈયાર થયા છો અને વમન કરેલા વિષયોને ફરી ઇચ્છો છો તે શું તમો અગંધન કુળના સર્પોથી પણ ઉતરતા છો ?” અગંધન કુળના સર્પો મૃત્યુને સ્વીકારે છે A444444444444444444 A4444444444444444444 ૨૪૦ For Personal Private Use Only www. j brary
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy