________________
કલ્પસૂત્ર
குகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு
હવે એક સમયે નેમિકમાર મિત્રની પ્રેરણાથી ફરતા ફરતા શ્રી કૃષ્ણ વાસુદેવની
વ્યાખ્યાન આયુધશાળામાં આવ્યા, ત્યાં તેમણે મિત્રના કહેવાથી આંગળીના અગ્રભાગ વડે કુંભારના ચાકની જેમ ચક્રને ફેરવ્યું, કમળના નાળની જેમ શારંગ ધનુષ્યને વાળ્યું, લાકડીની જમ કૌમુદી ગદાને ઉપાડી અને પાંચજન્ય શંખ લઇને વગાડ્યો, જ્યારે પ્રભુએ શંખ વગાડયો ત્યારે હાથીઓ આલાન (H) અંભોને ઉખેડી ઘરોને પાડતા ભાગવા લાગ્યા, તેમજ ઘોડાઓ બંધન તોડી અશ્વશાળામાંથી ભાગવા લાગ્યા. સકળ નગર વ્યાકુળ થવાની સાથે બહેરાશને અનુભવતું થયું, આવો શંખનો ભયંકર શબ્દ સાંભળી શત્રુ ઉત્પન્ન થયો શું ? એવી શંકાથી શ્રી કૃષ્ણ આયુધશાળામાં દોડી આવ્યા, ત્યાં નેમિકમારને જોવાથી શ્રી કૃષ્ણે કહ્યું, આપણે બન્ને જણ આપણા બાહુબળની પરીક્ષા કરીએ, પછી મલ્લકુસ્તીશાળામાં શ્રી કૃષ્ણ નેમિકુમારને તેડી ગયા, ત્યાં નેમિકુમારે શ્રી કૃષ્ણને કહ્યું આપણે મલ્લોની જેમ જમીનપર આળોટીએ તે બરાબર નહીં. તેથી આપણે બન્ને એકબીજાની લાંબી કરેલ ભુજાને વાળીએ, કૃષ્ણ તેનો સ્વીકાર કરી પોતાની ભુજા લાંબી કરી. નેમિકમારે તે ભુજાને કમળના નાળની જેમ તરત વાળી દીધી. પછી શ્રી નેમિકુમારે પોતાની ભુજા લાંબી કરી, શ્રીકૃષ્ણ તેને વાળવા ઘણા પ્રયત્ન કર્યા, ખૂબ બળ વાપર્યું પરંતુ કાષ્ટની જેમ તે વાળી શકાઈ નહીં એથી ખેદ પામેલા શ્રી કુણે વિચાર્યું કે, બળવાન એવા શ્રી નેમિકુમાર મારું રાજ્ય લઈ લેશે. પછી શ્રી કૃષ્ણ, બળભદ્ર સાથે એકાંતમાં ચર્ચા કરવા લાગ્યા કે આપણે હવે શું કરવું ? નેમિકમાર બળવાન છે. ત્યારે આકાશવાણી થઇ કે, “હે કૃષ્ણ ! પૂર્વે શ્રી નમિનાથ પ્રભુએ કહેલ છે કે અરિષ્ટનેમિ કુમાર અવસ્થામાં જ દીક્ષા લઇ બાવીશમાં તીર્થકર થશે. તે સાંભળી નિશ્ચિત બનેલા શ્રી કૃષ્ણ નેમિકમારને સાથે લઈ અને અંતઃપુરની રાણીઓ સહિત જલક્રીડા કરવા માટે તળાવમાં પ્રવેશ કર્યો. ત્યાં શ્રી કૃષ્ણ નેમિકુમારને જલસિંચનાદિ કરીને પોતાની રાણીઓને પણ તેમ કરવાનું કહ્યું, અને નેમિકમાર સાથે નિ:સંકોચપણે જલક્રીડા કરી વિવાહની ભાવના કરાવવી એમ કહ્યું, E) એ સાંભળી કેટલીક સ્ત્રીઓ તેમને પરાગના પાણી છાંટવા લાગી, કેટલીક પુષ્પના દડાઓ છાતીમાં (E)
મારવા લાગી, કેટલીક તીર્ણ કટાક્ષથી જોઇ મર્મભેદી વચનો કહેવા લાગી, કેટલીક કામકલા
50 LILLA LA LALALALALA
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang