________________
54ழுழுழுழுழு
કલ્પસૂત્ર )
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંતની બે પ્રકારની અંતકૃતભૂમિ, એટલે મુક્તિમાં જનારાઓની મર્યાદા હતી, એક યુગાન્તકૃત ભૂમિ અને બીજી પર્યાયાન્તકૃત ભૂમિ. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુથી માંડીને ચોથા પટ્ટધર પુરૂષ સુધી મુક્તિ માર્ગ ચાલ્યો તે યુગાન્તકૃત ભૂમિ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે કોઇ મુનિ મોક્ષે ગયા તે પર્યાયાન્તકૃતભૂમિ
જાણવી.
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંત ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહી ત્ર્યાશી રાત્રિ દિવસ છદ્મસ્થ અવસ્થામાં રહી તથા ત્ર્યાશી દિવસ ઓછા સિત્તેર વર્ષ સુધી કેવળી પર્યાય પાળીને ૐ એમ પૂર્ણ સિત્તેર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળીને એ રીતે સંપૂર્ણ એકસો વર્ષનું આયુષ્ય પાળીને ૐ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ એમ ચારે અધાતિકર્મોનો ક્ષય કરી આ અવસર્પિણીનો દુષમસુષમ નામનો ચોથો આરો ઘણો વ્યતીત થયે છતે જે આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે શ્રાવણ શુક્લ પક્ષ, એ પક્ષની અષ્ટમીના દિવસે શ્રી સમેતશિખર નામના તીર્થરૂપ પર્વતના શિખર ઉપર પોતાના સહિત ચોત્રીશ એટલે બીજા તેત્રીશ શ્રમણોની સાથે પાણી વગરના માસખમણ તપથી વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે સવારના સમયે બન્ને ( હાથો લાંબા રાખી કાયોત્સર્ગ ધ્યાનથી મોક્ષે ગયા. સંસારથી નિવૃત્ત થયા, સર્વ દુઃખોથી મુક્ત ૐ થયા. એ પ્રભુના શાસન રક્ષક પાર્શ્વયક્ષ અને પદ્માવતી યક્ષિણી હતાં.
Jain Education International
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંતને મોક્ષે ગયાને બારસો વર્ષ ગયાં અને તેરસોમા સૈકાનું આ ત્રીશમું વર્ષ જાય છે. ત્યારે આ સૂત્રપુસ્તકો લખાયાં છે.
ઇતિ પાર્શ્વનાથ ચરિત્ર સમાપ્ત.
For Personal & Private Use Only
v
વ્યાખ્યાન
૨૩૨
www.jainelibrary.org