________________
કલ્પસૂત્ર
HERE
GFGGF Y
Jain Education International
કેવળજ્ઞાનની સમીપમાં પહોંચાડનાર એવી ગુરૂભક્તિ માટે થયો અને પ્રભુના વિયોગથી થયેલ ખેદ કેવળજ્ઞાન અપાવનાર થયો. આ આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું બન્યું છે. કેવળજ્ઞાની એવા શ્રી ગૌતમસ્વામી બાર વર્ષ સુધી કેવળીપણે પૃથ્વીને પાવન કરતા અનેક ભવ્યજીવોને પ્રતિબોધતા રહી અંતે દીર્ઘ આયુષ્યવાળા સુધર્માસ્વામીને ગણનો ભાર સોંપી શાશ્વત સુખવાળા મોક્ષમાં ગયા.
જે રાત્રિએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાળધર્મ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા તે રાત્રિએ કાશી દેશના મલકી જાતિના નવ રાજાઓ તથા કોશલદેશના લિચ્છવી જાતિના નવ રાજાઓ એમ એ અઢાર ગણરાજાઓ જેઓ પ્રભુના મામા ચેટક રાજાના સામંતો હતા તેઓ કોઇ કારણવશાત્ કાર્તિક (ગુજરાતી આસો) વદી તેરસના દિવસે અપાપા નગરીમાં સંધ્યા સમયે આવ્યા, તે સમયે ગાયોનું ધણ નાઠું (ભાગ્યું) તેથી લોકમાં ધન (ધણ) તેરસનું પર્વ થયું. ચૌદસના દિવસે સ્નાનાદિ કરી વસ્ત્રાભૂષણથી અલંકૃત થયા. તેથી લોકમાં રૂપચૌદસ થઇ તથા તે રાત્રી ઘણી કાળી હોવાથી કાળીચૌદસ પણ કહેવાઇ. વળી અમાવાસ્યાના દિવસે શ્રી વી૨ પ્રભુ મોક્ષે ગયા તેથી તે અઢાર ગણરાજાઓએ સંસારનો પાર પમાડનાર આહાર ત્યાગરૂપ પૌષધોપવાસ કર્યો. અને જ્ઞાન રૂપી દીવાનો અસ્ત થવાથી ભાવ ઉદ્યોત ગયો એથી અમે દ્રવ્ય ઉદ્યોત કરશું એમ કહીને દેવોએ રત્નદીપક પ્રગટાવ્યા તથા લોકોએ ઘી તેલના દીવા પ્રગટાવ્યા. એ કારણે લોકમાં દીવાલી
પર્વ પ્રસિધ્ધિને પામ્યું. બીજે દિવસે એકમના ગૌતમસ્વામીને વહેલું કેવલજ્ઞાન થયું તે કેવલજ્ઞાનનો મહોત્સવ કરી દેવો વંદન કરવા લાગ્યા. એ કારણે લોકમાં એકમના એકબીજાને જુહાર કરવાનો વ્યવહાર ચાલુ થયો. તથા બીજના વીર પ્રભુના નિર્વાણથી શોકાતુર થયેલા નંદિવર્ધન રાજાને સમજાવીને બહેન સુદર્શનાએ કાર્તિક સુદિ બીજના આદરમાન પૂર્વક પોતાને ઘરે લઇ જઇને ભોજન કરાવ્યું તે કારણે લોકમાં ભાઇબીજનું પર્વ થયું.
જે રાત્રિએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા તે રાત્રિએ ક્રુર સ્વભાવવાળો બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો મહાગ્રહ
For Personal & Private Use Only
குழுகுபு
વ્યાખ્યાન
દુ
૨૧૯
www.jainalarary clg