________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
- ત્યાંથી પ્રભુ કૌશાંબીએ આવ્યા. ત્યાં શતાનિક રાજા હતો તેને મૃગાવતી રાણી હતી, ત્યાં પ્રભુએ એવો અભિગ્રહ કર્યો કે દ્રવ્યથી સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકુલા, ક્ષેત્રથી વહોરાવનારનો એક પગ ઉંબરાની અંદર અને એક પગ બહાર હોય, કાલથી સર્વ ભિક્ષાચરો ]
ભિક્ષા લઈ નિવૃત્ત થયા હોય ત્યારે, અને ભાવથી વહોરાવનારી રાજપુત્રી હોય, દાસીપણાને ક પામેલ હોય, તેનું મસ્તક મુંડાવેલ હોય, પગમાં બેડી હોય, રૂદન કરતી હોય, અને અઠ્ઠમ તપવાળી Fિ
હોય એવી કુંવારી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું નહીં તો ઉપવાસી રહેવું. પોષ વદિ એકમે પ્રભુ કૌશાંબીમાં આવ્યાં તે જ દિવસે આવો આકરો અભિગ્રહ પ્રભુએ લીધો. પછી ભિક્ષા સમય વીતી
ગયા બાદ પ્રભુ દરરોજ ભિક્ષાર્થે નગરીમાં જતા. રાજા પ્રધાન વગેરેએ ઘણા ઘણા ઉપાયો કર્યા છે પરંતુ અભિગ્રહ પૂરો થતો નહીં તેથી પ્રભુ દરરોજ ભિક્ષા લીધા વિના જ પાછા ફરતા. $ છે આ સમયે શતાનિક રાજા ચંપાનગરીના રાજા ઉપર ચડી આવ્યો. યુધ્ધ જામ્યું. તેમાં ) ) ચંપાનગરીનો રાજા દધિવાહન પરાજિત થયો, તે રાજાની રાણી ધારિણીને અને કુમારી વસુમતીને
કોઈક સૈનિક પકડીને લઈ ગયો, તે સૈનિકે રાણી ધારિણીને પોતાની પત્ની બનવાનું કહેતાં રાણી પોતાની જીભ કચડી મરણ પામી. તેથી સૈનિક વસુમતિને પોતાની પુત્રી તરીકે કહીને આશ્વાસન આપીને કૌશાંબીની બજારમાં વેચવા લઇ ગયો, ત્યાં આવેલા ધનાવહ શેઠે તે
વસુમતિને વેચાતી લઇ પોતાને ઘરે લાવી પુત્રી તરીકે રાખી. વસુમતીની ચંદન જેવી શીતલ વાણી 5) હતી તેથી ધનાવહ શેઠે તેનું ચંદનબાળા નામ રાખ્યું. એક વખતે બપોરે શેઠ ઘેર જમવા આવ્યા જી
ત્યારે બીજી કોઇ દાસી હાજર ન હોવાથી ચંદનબાળાએ શેઠના પગ ધોઇ આપ્યા ત્યારે
ચંદનબાળાનો ચોટલો પૃથ્વી પર લટકતો હતો તેને શેઠે ઊંચો કર્યો. તે દશ્ય જોઈને શેઠની પત્ની રે મૂળા શેઠાણીને થયું કે શેઠ નિશ્ચયે આ યુવાન રૂપવતી બાળાને પોતાની પત્ની બનાવશે પછી
મારા ઉપર સ્નેહ રાખશે નહીં. પછી કોઈક દિવસે ખાસ કાર્ય માટે શેઠ બહાર ગયા ત્યારે મૂળા જી શેઠાણીએ નાપિતને તેડાવીને ચંદનબાળાનું મસ્તક મુંડાવી નાખ્યું અને એના બન્ને પગમાં બેડી
૧૯૨
ને કુમારી વસુમતીને
445 44 4451514141414
4444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org