________________
કલ્પસૂત્ર ખેતીનાં અને ખાંડવાનાં કાર્યોથી થતી હિંસા અટકાવવા માટે હજારો ધોંસરીઓ અને મુસલોને 5 વ્યાખ્યાન
5) મહોત્સવ પ્રસંગમાં ઊંચા મૂકાવો. આ મેં જણાવેલું બધું કરી કરાવીને મારી આજ્ઞા મને પાછી 5) આપો એટલે એ બધું કર્યાની મને ખબર આપો.
પછી સિધ્ધાર્થ રાજાના આદેશને પામીને અત્યંત આનંદિત થયેલા, સંતુષ્ટ થયેલા, અને હર્ષથી (Eપ્રફુલ્લિત હૃદયવાળા બનેલા એવા તે નગરરક્ષકોએ બે હાથ જોડી વિનયથી રાજાના આદેશને E
સ્વીકારીને તરત ત્યાંથી નીકળીને નગરની કેદમાંથી કેદીઓને છોડી મૂકવાથી માંડીને હજારો ધોંસરીઓ અને મુસલોને ઊંચા રાખવા સુધીનું સર્વ કાર્ય કરીને સિધ્ધાર્થ રાજા પાસે જઈ તે કાર્ય કરવાની ખબર આપી.
ત્યાર બાદ સિધ્ધાર્થ રાજા જ્યાં કસરતશાળા છે ત્યાં આવે છે અને ત્યાંનું કાર્ય પૂર્વની જેમ બધું પતાવીને પોતાના અંતઃપુર સહિત બધા પ્રકારનાં પુષ્પો, ગંધો, વસ્ત્રો અને આભૂષણોથી રૂ. અલંકૃત થઈને ઉત્સવભૂમિમાં આવી બધા પ્રકારના વાજિંત્રોના એટલે શંખ, માટીના ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, હડક, ઢોલકું, મૃદંગ અને દુભિ વગેરે વાજિંત્રોના અવાજો સાથે દશ દિવસ સુધી પોતાની કુળમર્યાદાની રીતે ઉત્સવ કરે છે.
એ ઉત્સવમાં નગરમાં દાણ લેવાનું, કર લેવાનું છોડી દેવામાં આવ્યું. જેમને જે જોઈએ તે (F) વિના મૂલ્ય દુકાનોમાંથી મેળવી લે એવી વ્યવસ્થા કરવામાં આવી.
આ દુકાનોથી લેવામાં આવતી વસ્તુઓનું મુલ્ય રાજા આપશે એવી જાહેરાત કરાઈ. વસ્તુઓને માપ્યા વિના આપવાનું કરાયું. કોઇપણ ઘરમાં, કોઇપણ રાજપુરુષ રાજ્યના કાર્ય માટે પણ પ્રવેશ ન કરે, કોઇપણ અપરાધી પાસેથી દંડ લેવો નહીં, તેમ થોડા અપરાધનો વધુ દંડ લેવો તેવો કુદંડ પણ લેવો નહીં. એવી વ્યવસ્થા દશ દિવસ માટે કરાઇ. બધા લોકોનું દેવું રાજાએ ચૂકવી દેવાનું અને કોઇએ દેવું કરવું નહીં તેવી વ્યવસ્થા કરાઇ.
55945569741751
444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org