________________
કલ્પસૂત્ર
குருகுகுகுகுகு
હે સ્વામિન્ ! એ પ્રમાણે નિશ્ચય હું આજે તેવા પ્રકારની શ્રેષ્ઠ શયામાં નહિ અતિ સૂતી અને વ્યાખ્યાન નહિ અતિ જાગતી એવી અર્ધ નિદ્રા અવસ્થામાં હાથી, વૃષભ વગેરે આવાં શ્રેષ્ઠ ચૌદ મહાસ્વપ્નોને જોઇને જાગી છું, માટે તે સ્વામિનુ ! એ ઉત્તમ એવાં ચૌદ મહાસ્વપ્નોનું કેવું કલ્યાણકારી ફળ તથા વૃત્તિ વિશેષ મળશે? આ રીતે ત્રિશલા રાણી પાસેથી સ્વપ્નોના વૃત્તાંતને જાણીને સિધ્ધાર્થ રાજા સંતોષ પામ્યા. સંતોષથી પૂર્ણ હૃદયવાળા થઇ મેઘની ધારાથી સિંચાયેલા કદંબવૃક્ષના પુષ્પની જેમ ઉલ્લાસ પામેલા રૂંવાટાવાળા થયા. તે સ્વપ્નોને ચિત્તમાં ધારણ કરીને અને સાચા અર્થની વિચારશક્તિમાં લીન થઇને, પોતાની સ્વાભાવિક મતિપૂર્વકના બુધ્ધિવિજ્ઞાન કરીને તેઓ તે સ્વપ્નોના અર્થનો નિશ્ચય કરે છે. પછી ત્રિશલા રાણીને તે ઇષ્ટ એવી કલ્યાણકારી, પ્રમાણયુક્ત, મધુર, સુશોભિત એવી વાણીથી બોલતા બોલતા, આ પ્રમાણે કહેવા લાગ્યા. . હે દેવાનુપ્રિયે ! તેં કલ્યાણકારી ઉદાર સ્વપ્નો જોયાં છે. હે દેવાનુપ્રિયે ! તેં ઉપદ્રવને હરનારાં, કે ધનની પ્રાપ્તિ કરાવનારાં, મંગલ કરનારાં, શોભાવાળાં તથા આરોગ્ય, ચિદાનંદ, દીર્ધાયું તે કલ્યાણ, મંગલ અને વાંચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવનાર સ્વપ્નો જોયાં છે. એ સ્વપ્ન દર્શનથી છે દેવાનુપ્રિયે ! તને મણિ, સુવર્ણાદિ ધનનો લાભ થાશે, શબ્દાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોનો લાભ
થાશે, પુત્રનો લાભ થાશે, સુખનો લાભ થાશે, તથા સાત અંગવાળા રાજ્યનો લાભ થાશે. ખરેખર છે એ પ્રમાણે હે દેવાનુપ્રિયે! નવ માસ અને સાડાસાત રાત્રિદિવસ વ્યતીત થયે છતે શ્રેષ્ઠ પુત્રને કે Fછે જન્મ આપીશ. જે પુત્ર આપણા કુળમાં ધ્વજ સમાન, આપણા કુળમાં દીપક સમાન, આપણા E
કુળમાં કોઇથી પરાભૂત ન થાય તેવા અચલ પર્વત સમાન, કુળમાં મકટ સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ ફેલાવનાર, કુળનો નિર્વાહ કરનાર, કુળમાં સૂર્ય સમાન, કુળનો આધાર, કુળની વૃદ્ધિ કરનાર, તથા ચારે દિશામાં કુળના યશને વિસ્તારનાર, કુળના આશ્રયરૂપ વૃક્ષ સમાન, અને કુળની અત્યંત વૃદ્ધિ કરનાર, સુકોમલ હાથપગવાળા, લક્ષણોથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનોથી એટલે તલ, મસા વગેરેથી યુક્ત હશે, સંપૂર્ણ પાંચે ઇન્દ્રિય
in Education international
For Personal & Private Use Only
w
elbrary.org