________________
વૈમાનિકેન્દ્રો રત્નનો ત્રીજો રચે ગઢ ભાવથી આભા અનેરી ઓપતી લઈ જાય દૂર વિભાવથી એમાં બિરાજે તિર્થનાયક ધન્ય ધર્મમહારથી શ્રી.૭ ભગવંતના યશને જણાવે પ્રથમ ગઢ ચાંદી તણો સોનેરી ગઢ બીજો જણાવે છે પ્રતાપ જિણંદનો તેજસ્વી ત્રીજા ગઢમહીં કાંતીભર્યા નીખરે પ્રભુ શ્રી.૮ પહેલા ગઢે દશ સહસ સોપાનો વિરાજે શ્રેણિમાં બીજે ત્રીજે તો પાંચ પાંચ હજાર છાજે શ્રેણિમાં ચારે દિશાના સાઠ સહસ વિશાલ ગાજે શ્રેણિમાં શ્રી.૯
પહેલા ગઢે વાહન અને શિબિકા મુકાતી હોય છે બીજા ગઢે પશુપંખીઓ સૌ સાથ બેઠા હોય છે ત્રીજા ગઢે બેસી મનોહર દેશના ઉંચરે પ્રભુ શ્રી. ૧૦ ઊંચુ મનોહર એક વૃક્ષ અશોક મધ્યે સોહતું એ પર્ષદા બારેયને છાયા ધરી મનોહતું અત્યંત ઊંચાઈ ધરી એ સ્વર્ગ ને પડિબોહતું શ્રી. ૧૧ ઉપનેઈ વિગમેઈ વેઈ સૂત્ર આ આપે પ્રભુ અગ્યાર ગણધરના બધાયે સંશયો કાપે પ્રભુ ગણધર થકી શ્રી ધર્મશાસનને હવે થાપે પ્રભુ શ્રી.૧૨ શ્રી માલકૌંસમાં દેશના ભગવંતની વહેતી સદા સમકિત અને વિરતિસ્વરૂપે હૃદયમાં રહેતી સદા મિથ્યાત્વ તેમજ અવિરતિને શબ્દથી વિખરે પ્રભુ શ્રી.૧૩ ગૌતમ સુધર્મા આદિ ગણધર પ્રમુખ મુનિગણ છે સકલ મહાસાધ્વી ચંદનબાળા આદિ શ્રમણીવૃંદ પરમ વિમલ આનંદ, સુલસા આદિ શ્રાવક શ્રાવિકા સોહે સકલ શ્રી.૧૪
Jain Education International
૪૨
For Personal & Private Use Only
www.jainelibrary.org