________________
belon
સુર્વણકમળ
પ્રાકારય
ચતુર્મુખ દેશના
અશોકવૃક્ષ
અધોમુખ કંટક
વૃક્ષશાખાનમન
હે નાથ ! તુજ મીઠોમજાનો છાંયડો સર્વત્ર છે ! અરિહંત ! તુજ આર્હત્ત્વ મંગલ વિશ્વમાં વિલસી રહો! ૧૯ જ્યાં ઘંટડીઓ રણઝણે, જયાં રંગ રૂડા ફરફરે ઊંચાઈનાં જે અવનવાં પરમોચ્ચ શિખરો સર કરે આ ઈન્દ્રધ્વજ લઈ જાય છે જાણે ઉપર ઈશ્વર-ઘરે ! અરિહંત.૨૦ લક્ષ્મી વસે છે જિનચરણમાં - એવું કૈં સમજાવવા દેવો રચે તુજ ચરણનીચે સ્વર્ણકમલો નવનવાં ! તુજ પુણ્યકેરા છે ચમત્કારો ખરેખર આગવા ! અરિહંત.૨૧ ત્રણ જગતનું તું મોહ-રાગ-દ્વેષ આ ત્રણ દોષથી - રક્ષણ કરે, ચારિત્ર-દર્શન-જ્ઞાનના ત્રણ ઘોષથી ! દેવો રચે ત્રણ રત્ન-સ્વર્ણ-રજતતણા ગઢ હોંશથી અરિહંત.૨૨ સર્વજ્ઞ ! સર્વજનપ્રિયંકર! સર્વહિતકર ! સર્વથા - તું સર્વદિક્સન્મુખ રહી ચૌમુખ સુણાવે શુભકથા હરરોજ સાંજસવા૨ પ્રભુ ! સૌની હરે તું ભવવ્યથા! અરિહંત. ૨૩ ઊંચા ઊંચા સમવસરણે આ વૃક્ષ ઘેઘૂર ફરફરે શિવસુંદરીનો ભવ્યમંડપ દૂરથી જન-મન હરે ! હે નાથ ! તુજ સાન્નિધ્યમાં તન-મન અજબ શાતા વરે ! અરિહંત. ૨૪ હે વિશ્વવત્સલ ! તું વિભુ ! વિચરે વસુધાને વિષેથઈ જાય ઊંધા કંટકો ત્યાં, નમન કરવાને મિષે ! દુઃખો હટે સઘળાં સુખો પ્રગટે પ્રભુ ! તુજ આશિષે !અરિહંત.૨૫ તુજને નિહાળી માર્ગના વૃક્ષોય રોમાંચિત થઈડાળી નમાવીને કરે તુજ સ્વાગતમ્ આશ્રિત થઈ ! તે ધન્ય તે કૃતપુણ્ય જે તુજને નમે ભાવિત થઈ ! અરિહંત. ૨૬
Jain Education International
૧૮
For Personal & Pate Use Only
www.jainelibry.org