________________
(વિભાગ - ૧૦)
વૈરાગ્ય સભર દીક્ષા પ્રસંગના ગીતો
જા સંયમ પંથે દીક્ષાથી
જા સંયમ પંથે દીક્ષાર્થી... તારો પંથ સદા ઉજમાળ બને, જંજીર હતી જે કર્મોની, તે મુક્તિની વરમાળ બને.જા સંયમ. હોંશે હોંશે તું વેશ ધરે, તે વેશ બને પાવનકારી, ઉજજવળતા એની ખૂબ વધે, જેને ભાવથી વંદે સંસારી, દેવો પણ ઝંખે દર્શનને, તારો એવો દિવ્ય દેદાર બને.જા..૧ જે જ્ઞાન તને ગુરુએ આપ્યું, તે ઊતરે તારા અંતરમાં, રગરગમાં એનો સ્રોત વહે, તે પ્રગટે તારા વર્તનમાં, તારા જ્ઞાનદીપકના તેજ થકી આ દુનિયા ઝાકઝમાળ બને.જા...૨ વીતરાગતણાં વચનો વદતી, તારી વાણી હો અમૃતધારા જે મારગ સૂંઢ અંધારે, તારાં વેણ કરે ત્યાં અજવાળા, વૈરાગ્ય ભરી મધુરી ભાષા, તારા સંયમનો શણગાર બને. જા.૩ જે પરિવારે તું આજ ભળે, તે ઉન્નત હો તુજ નામ થકી, જીતે સહુનો તું પ્રેમ સદા, તારા સ્વાર્થ વિહોણા પ્રેમ થકી, શાસનની જગમાં શાન વધે, તારા એવા શુભ સંસ્કાર બને.જા..૪ અણગારતાં જે આચારો, તેનું પાલન તું દિનરાત કરે, લલચાવે લાખ પ્રલોભન પણ... તું ધર્મતણો સંગાથ કરે, સંયમનું સાચું આરાધન, તારા તરવાનો આધાર બને.જા...૫
Jain Eucation International
For Personal
mate Use Only
www.jainelibrary.org