________________
' વિભાગ - ૧ હોટ ફેવરીટ ભક્તિ ગીતો
/કૃપા કરો કૃપા કરો કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે આદિનાથ દાદ મોપે, કૃપા કરો રે
| તારી કૃપાએ મારા કાજ સરો રે.. આદિનાથ...૧ શત્રુંજય ગિરિના સાંઈ સોહામણા, દેવાધિદેવ કરું દિલમાં પધરામણા,
અંતર પધારી મારું શ્રેય કરો રે... આદિનાથ...૨ ભવની ગલી નો હું તો ભૂંડો ભિખારી, રૂડા હે નાથ ! તારી કરું આજ યારી,
શિવપુરના વાસી મને યાદ કરો કે... આદિનાથ...૩ તારે ને મારે નાથ અંતર ઝાઝેરું, આવો અંતર તો મારા પાપો વિખેર,
પાપો વિખેરી દિલ આવી મળો રે... આદિનાથ....૪ તારો વિરહ મારા દિલડાને ડંખતો, તેથી તમારું દર્શ દિલથી હું ઝંખતો,
મોંધેરી ઝંખના ને પૂર્ણ કરો રે... આદિનાથ..૫ મંથન સ્વરૂપ તારી યાત્રાના ભાવથી, ટળશે વિયોગ તારો, તારા સંભાવથી,
મળવા એકાંત મન મારું મળો રે... આદિનાથ...૬ પ્રેમ સકળસંઘ સાથે તને વંદતો, ભુવનભાનુ તારો ભક્ત આનંદતો,
સકળસંઘ તણી પીડ હરો રે... આદિનાથ...૭
૨૩૦૨
Jain Ed
on international
For eksona
private Use Only
w.jainelibrary.org