________________
| ઉપકાર કર્યા મુજ પર
ઉપકાર કર્યા મુજ પર એનાં ગુણ હું વિસારું છું, કેવો બદલો મેં વાળ્યો ? એ જ વિચારું છું, ઉપકાર કર્યા મુજ પર...૧
પરમાત્મા ઉપકારી, મને મંઝિલ દર્શાવી,
મારાં દુર્ગણ ના દેખ્યા, બસ ! કરુણા વર્ષાવી, એની કંઠી ધરવામાં હું હીણપણ માનું છું, કેવો બદલો મેં વાળ્યો...૨
માબાપ મને ખૂંચે, મને જન્મ દીધો.જેણે,
મારા પાલનપોષણમાં, ઘણો ભોગ દીધો જેણે, એની વૃદ્ધાવસ્થામાં, મારું ઘર છોડાવું છું, કેવો બદલો મેં વાળ્યો...૩
યાદ આવે મોરી મા... યાદ આવે મોરી મા... યાદ આવે મોરી મા
જનમદાતા જનની મોરી, યાદ આવે મોરી મા નાનો હતો ત્યારે લાડ લડાવતી, મોઢામાં ભોજન દેતી નાના રસોડે જમવા બેસી... ચાનકી ધરી દેતી
કેવી માયાળુ મા !... કેવી પ્રેમાળું મા... જનમદાતા....૧ રડતો હું તો જયારે જ્યારે... દુઃખી એ બહુ થાતી દીકરા મારા જોઈએ તને શું ! બોલ બોલ એમ કહેતી.
મારાં આંસુ લોહી મા... માથે હાથ ફેરવતી મા.. જનમદાતા...૨ પા-પા પગલી ભરતો જ્યારે... રાજી એ બહુ થાતી કાંઈ બોલું ને...કાંઈ ચાલું તો ઘેલી ઘેલી થાતી
કેવી પ્રેમાળુ મા !... કેવી માયાળુ મા !..જનમદાતા મારું સાચું તીરથ મા, મારું મોટું તીરથ મા..જનમદાતા...૩
Jaind
ation International
For Pecan
a te Use Only
www.jainelib
y.org