________________
માતૃવંદના
માતપિતા ઃ શુશ્રુષણ પ્રધાનમંગલં શુભકાર્યાદો !
મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રંથમાં જણાવ્યું છે કે, “માતા-પિતાની સેવા એ સર્વ શુભકાર્યોમાં શ્રેષ્ઠ મંગલ છે. “મા” નો શબ્દાર્થ શબ્દકોષમાં મળે જ્યારે ભાવાર્થ હૃદયકોશમાં.”
માતા એટલે મમતાનો મહાસાગર... માતા એટલે સ્નેહની પાવનગંગા... માતા એટલે વ્હાલનું ઉદ્યાન. માતા એટલે હૃદયની ધડકન..માતા એટલે સર્વસ્વનો સમાવેશ..‘મા તે મા બીજા વગડાનાવા’ દેવ-ગુરુની સાચી ઓળખ કરાવી તેમની સાથેનો સંબંધ જોડાવી આપનાર જો કોઈ હોય તો તે છે મા.
હે મા ! તારી ધીરજ અને સહનશીલતા ધરાને શરમાવે તારા સ્નેહમાં બદલાની બદબૂ નથી... તારાં પગલે પગલે સુસંસ્કારોની સુવાસ મહેકે છે... ‘મા’ તારા ગૌરવભર્યા સ્થાનને શત શત વંદન...
મા-બાપની આંખમાં બે વખત આંસુ... દીકરી ઘર છોડે ત્યારે અને દિકરો તરછોડે ત્યારે
મરતી ‘મા’ રડતા દીકરાનો વિચાર કરે... કમાલ છે... જીવતો દીકરો રડતી માનો વિચાર નથી કરતો...
બચપનમાં ગોદ દેનારને ઘડપણમાં દગો દેનારો ના બનતો... બચપનમાં તને બોલતાં શીખવાડનાર મા-બાપને ઘડપણમાં તું ચૂપ રહેતા શીખવાડે છે !!! ધિક્કાર છે તને...!!
આંધળી ‘મા’ને દીકરો દેખાય... દેખતા દીકરાને મા નથી દેખાતી તો ચાલો, માતાએ કરેલા ઉપકારોને યાદ કરી તેના ઋણમાંથી મુક્ત થવાનો યત્ કિંચિત્ પ્રયત્ન કરીએ એજ માતૃવંદનાનો સારછે.
Jain Education International
For Personate Use Only
www.jainelibrary.org