________________
મુજ જીવનના સહુ દુર્ગુણો ઉદ્ધારનારા છો તમે
ભાવી જીવનની ભવ્યતા અજવાળનારા છો તમે કલિકાલમાં તુમ પ્રાપ્તિ તો, શુભ પુણ્યનો ઉપહાર હો. ઓ...૧૩
મુજ દુર્મતિ ને દીનતા દફનાવનારા છો તમે
મુજ પાપ ને સંતાપને પ્રશમાવનારા છો તમે મમ કવચ બની રક્ષા કરો, વિનંતિ વારંવાર હો. ઓ...૧૪
મુજ મૂઢતાને છેદનારા પરમ ઉપકારી તમે
અહમ્-પ્રભુ ઓળખાવનારા, અનંત ઉપકારી તમે તુણ ગુણતણો અનુરાગ તો મુજ અજ્ઞતા હરનાર હો. ઓ...૧૫
મુજ દોષરૂપી રોગના છો વૈદ્ય - ધનવંતરી તમે
બેડોળતાં નિવારવાં, મુજ શ્રેષ્ઠ શિલ્પી છો તમે સર્વસ્વ સમ મમ ગુરુવરા મુજ ભાવી સર્જનહાર હો. ઓ...૧૬
મુજ ભાગ્યોદયથી સુરમણિ ને ચિંતામણિ મુજને મળ્યાં
આ પતિતને કરવા પુનિત, પારસમણિ સમ મુજ ફળ્યાં અનમોલ-મણિ સમ આપથી, હવે તૃપ્તિનો ટંકાર હો. ઓ...૧૭ મમ અણુ-અણુ પરમાણુમાં, પ્રતિ શ્વાસમાં કહુ છું, સુણો !
તુમ વાસ છે, સુવાસ છે, સંબંધ છે જુગ - જુગ જુનો તુમ ચરણ - કમલને પામીને, થયો ધન્ય મુજ અવતાર હો.ઓ...૧૮
ઉપકારો જ્યારે સંસ્મરું, રોમાંચ ત્યારે અનુભવું અતિ ગાઢ છે સંકલ્પ મુજ, હવે તુમ વિના કહો ! ક્યાં જઉં ? શબ્દો નથી જડતાં મને, મન-મોરનો ટહુકાર હો. ઓ...૧૯ તમે પ્રાણ છો ને ત્રાણ છો, વળી રયણ કેરી ખાણ છો
સંગર્વથી કહું છું તમે, મુજ જિંદગીની શાન છો હવે દાસને જો વિસરશો તો, તમ વિના મુજ હાર હો. ઓ... ૨૦
૨૦૫
Jain Education Internationa
For Personal & Private Use Only
www.ainelibrary.or