________________
આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાન અને સમર્થ આચાર્યથી પાટણ નગર વિભૂષિત થયું હતું. તેમણે સિદ્ધરાજ તથા કુમારપાળને બોધ આપી જૈન શાસનનો પ્રભાવ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાત બહાર અનેક પ્રદેશોમાં પ્રવર્તાવ્યો હતો. તેઓએ આ નગરમાં રહી અનેક ગ્રંથોની રચના કરી હતી અને ત્યારબાદ સૈકાઓ સુધી આ જ્ઞાનોપાસના સતત ચાલતી જ રહી.
પાટણના પ્રાચીન ગ્રંથભંડારોમાં અમૂલ્ય સાહિત્ય સચવાતું રહ્યું. તેમ છતાં આ ભંડારોમાંના કેટલાયે તાડપત્રીય તેમજ કાગળ ઉપરના હસ્તલિખિત ગ્રંથોના રક્ષણની વ્યવસ્થાના અભાવને કારણે નાશ થવા માંડ્યો હતો. કેટલાય ગ્રંથોના ટુકડા થઈ જવાથી તેની ગુણો ભરી ચોમાસાના વખતે નદીમાં પધરાવી દેવામાં આવતા હતા. કેટલાયે ગ્રંથો ચોરાઈ ગયા તેમજ વેચાઈ પણ ગયા. મુસલમાનોના જમાનામાં પાટણના કુનેહબાજ જૈનોએ બચાવી શકાય તેટલા ગ્રંથો છુપાવી દીધા અને કેટલાક જેસલમેર જેવા અન્ય ભંડારોમાં મોકલી દીધા.
શ્રીમળ્યુનિમહારાજ શ્રી કાંતિવિજયજી પ્રવર્તકે સતત કેટલાંક વરસ સુધી પાટણમાં ચોમાસું રહી, સતત અને સખત પરિશ્રમ કરી આ ભંડારોના ખવાઈ ગયેલાં પુસ્તકો ફરીથી લખાવી તથા કેટલાંકને સમજાવીને ભંડારો શક્ય તેટલા વ્યવસ્થિત કર્યા. તેઓની આ વિરલ જ્ઞાનોપાસના અંગે સ્વતંત્ર ગ્રંથ તૈયાર થાય તે ખૂબ જ જરૂરી છે.
પાટણના ભંડારોમાં અમૂલ્ય સાહિત્ય છે, તે હકીકત મુંબઈ, વડોદરા, પૂના તેમજ યુરોપના વિદ્વાનોના જાણવામાં આવી અને પાટણના ભંડારોના સાહિત્યમાં વધુ ને વધુ રસ લેવા માંડ્યો. શ્રીમંત સયાજીરાવ મહારાજાએ વડોદરાની લાઇબ્રેરીના સંસ્કૃતના સ્કૉલર શ્રી સી. ડી. દલાલને ઈ. સ. ૧૯૧૪માં પાટણ મોકલી ગ્રંથોનું લિસ્ટ કરાવ્યું તથા કેટલાક ગ્રંથો છપાવ્યા. શ્રી દલાલ અચાનક ગુજરી જવાથી તે કામ અધૂરું રહી ગયું.
પાટણના આ તમામ ભંડારોને પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, તેમના શિષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org