________________
૨૭૦
પાટણનાં જિનાલયો
પરિવાર તરફથી સં. ૨૦૪૯ માવ૪ ગચ્છાધિપતિ શ્રીમદ્ રામચંદ્રસૂરિશ્વરજી મ. સા.ના ઉપદેશથી” દેવકુલિકાના કાષ્ઠના દ્વાર પરની કળ પર પરમાત્માની મૂર્તિ તથા આજુબાજુ ચામર વીંઝતાં હાથીની કૃતિ છે.
જમણી બાજુની દેવકુલિકામાં મૂળનાયક શ્રી નમિનાથની પ્રતિમા છે. આજુબાજુ બે ઇન્દ્ર ચામર વીંઝતાં દેખાય છે. તેમને નવી શૈલીનું સુંદર પરિકર માગશર વદ ચોથના રોજ શ્રી રાજતિલકસૂરિ તથા શ્રી મહોદયસૂરિ મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત થયેલ છે. દ્વારની રચના તથા પ્રતિમાની ઉપરની અશોકવૃક્ષ આદિની રચના બીજી બાજુની દેવકુલિકા જેવી જ છે.
જિનાલયની બાજુમાં જ ગુરુમંદિર આવેલું છે. તેમાં જિનાલયના જેવી જ ગજથર તથા હંસથરની રચના છે. ગુરુમંદિર શિખરબંધી છે. તેમાં સુંદર કોતરણી છે. અહીં કમળ ઉપર શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રતિમા બિરાજમાન છે.
| જિનાલયનો વહીવટ આ સોસાયટીમાં જ રહેતા શ્રી છનાલાલ પોપટલાલ શાહ, શ્રી ગોકળદાસ પોપટલાલ શાહ તથા શ્રી હરગોવનદાસ ચીમનલાલ શાહ હસ્તક છે.
ભદ્રંકરનગર સોસાયટી સુવિધિનાથ (સં. ૨૦૪૫)
ભદ્રંકરનગર સોસાયટીમાં પ્રવેશતાં જમણી બાજુ છેલ્લે સુવિધિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. જમણી અને ડાબી બન્ને બાજુ લોખંડના ઝાંપાવાળા જિનાલયમાં પ્રવેશવાના દ્વાર છે. ચાર પગથિયાં ચડતાં, જિનાલયમાં જવાય.
- પ્રવેશદ્વારની બે બાજુ નીચે હાથી સૂંઢમાં કળશ લઈને ઊભેલા છે. ત્રણ પ્રવેશદ્વાર છે જેની ઉપરના ભાગમાં નીચે પ્રમાણેનું લખાણ છે :
“પૂ. મહોપાધ્યાય શ્રી મહિમાવિજયજી ગણિવર્યના ઉપદેશથી શાહ શીખવચંદ મૂળચંદ પરિવાર ટ્રસ્ટ નવનિર્મિત શ્રી સુવિધિનાથ જિનાલય વી. સં. ૨૫૧૫ પ્રતિષ્ઠા દિન પોષ વદ ૫ શુક્રવાર વિક્રમ સંવત ૨૦૪૫”
રંગમંડપ મધ્યમ કદનો છે. તેની બે બાજુ અન્ય પ્રવેશદ્વાર પણ છે. રંગમંડપમાં બે બાજુ બે ગોખમાં બે આરસપ્રતિમા છે.
એક ગર્ભદ્વારવાળા ગર્ભગૃહમાં સુવિધિનાથની ૨૭” ઊંચાઈવાળી પરિકરયુક્ત શ્વેત આરસની નયનરમ્ય પ્રતિમા છે. ત્રણ ધાતુપ્રતિમા છે.
| જિનાલયને ફરતે થોડી ખુલ્લી જગ્યા છે. અહીં એક બાજુ કેસરની ઓરડી પણ છે. જિનાલયનો ગૃહપ્રવેશ દિન વિ. સં. ૨૦૪૩, વૈશાખ સુદ ૧૦ શુક્રવાર, તા. ૮-૫-૧૯૮૭ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org