________________
પાટણનાં જિનાલયો
શાંતિ ચ ચારુ ગિરિનાર પટં નમામિ, શત્રુંજયસ્ય પટમત્ર સહસ્ત્રકૂટ બિમ્બ ચતુર્મુખજિનસ્ય ગિરિ ચ મેરું, રત્નેષુ ધર્મમિતપાદગણું ગણિનામ્ એટલે કે સં. ૧૯૫૯માં આ જિનાલયમાં સહસ્રફણા પાર્શ્વનાથ, શાંતિનાથ, ગિરનાર, શત્રુંજય, સહસ્રકૂટ, ચૌમુખ તથા મેરુશિખરની આરસરચનાઓનો ઉલ્લેખ છે.
૨૬૪
ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સહસ્રફણા પાર્શ્વનાથના આ જિનાલયને એક શિખરવાળું દર્શાવ્યું છે. ૧૦૭૫ (સહસ્રકૂટની ૧૦૨૪ પ્રતિમા ગણવામાં આવી છે) આરસપ્રતિમા તથા ત્રેવીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. પગલાંની ૧૪૫૮ જોડનો ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી હોવાનું દર્શાવ્યું છે. જિનાલયમાં દસ આરસપ્રતિમા અને તેર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. એક ગુરુમૂર્તિ પણ વિદ્યમાન હતી. વહીવટ શેઠ ધરમચંદ ઉદેચંદની પેઢી હસ્તક હતો.
આજે આ જિનાલયમાં તેતાળીસ આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા ઉપરાંત સહસ્રકૂટ બિરાજમાન છે. વહીવટ શેઠ ધરમચંદ અભેચંદ જૈન સંઘની પેઢી હસ્તક છે. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૮૪૪નો લેખ છે. સહસ્રકૂટ પર સં. ૧૮૫૬નો લેખ છે.
અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં ૧૮૪૪ આસપાસના સમયનું છે.
ખરાખોટડી
આદેશ્વર - શાંતિનાથ (સં ૧૬૧૩ પૂર્વે)
ખરાખોટડીના પાડામાં છેક અંદરના ભાગમાં ખુલ્લી વિશાળ જગ્યામાં બાવન જિનાલય આવેલું છે. અહીં ત્રણ જિનાલયોને એકમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા છે. તે પૈકી એક ઘરદેરાસર હતું અને બે જિનાલયો તદ્દન નજીકના હતા. સં ૨૦૧૧માં જીર્ણોદ્ધાર થયા બાદ સં ૨૦૧૬માં પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. આ જિનાલયનો વહીવટ અગાઉ પાટણની દોશીવટ બજારમાંની શ્રી ધરમચંદ અભેચંદની પેઢી દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ સમય જતાં મહોલ્લાનાં કુટુંબોએ ભેગા થઈ ટ્રસ્ટ રજીસ્ટર્ડ કરાવી વહીવટ સંભાળી લીધો છે. અહીં પાસપાસેના આદેશ્વર અને શાંતિનાથનાં જિનાલયો એક બન્યાં છે. પરંતુ તેના ગભારા, રંગમંડપ તથા પ્રવેશદ્વાર અલગ જ છે. રંગમંડપમાં બે જિનાલયોની વચ્ચે દીવાલ નથી.
મૂળનાયક આદેશ્વરના જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારની બહાર એક ગોખમાં શ્રી ઘંટાકર્ણ વીર છે. જિનાલય ઘુમ્મટબંધી છે. રંગમંડપની ઉપરની છતમાં સુંદર રંગકામ છે જેમાં રાસ રમતી નારીઓ ચિત્રિત કરવામાં આવેલ છે. શત્રુંજયનો મોટો પટ છે.
કોતરણીવાળા ત્રણ ગર્ભદ્વારની બારસાખ સુંદર કોતરણી ધરાવે છે જેમાં કરેલું રંગકામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org