________________
૧૩૨
પાટણનાં જિનાલયો સમસ્ત કુટુંબે શ્રી આદિનાથ બિંબ કારિત ”
ગભારામાં કુલ વીસ ધાતુપ્રતિમા છે. ઉપરાંત જમણી બાજુ ચાંદીના સિંહાસનમાં બિરાજિત મહામાયામાતાજીની ધાતુમૂર્તિ છે. અહીં એક જ ધાતુ યંત્રમાં વીસ વિહરમાન, ત્રણ ચોવીશી, નવપદ, શાશ્વતા પ્રતિમા, સિદ્ધશિલા તથા પંચપરમેષ્ટિ છે. તેના પર સં. ૧૬૦૮નો લેખ છે. અહીં શ્રાવણ વદ પાંચમના દિને ધજા ચડે છે.
૩. આદેશ્વર ઉપરના માળે ડાબી બાજુથી રંગમંડપમાં પ્રવેશી શકાય છે. અહીં પ્રવેશચોકીમાં દીવાલે રૈિવતગિરિ અર્થાત્ ગિરનારનો આરસનો રંગીન પટ છે.
રંગમંડપમાં પ્રવેશતાં, મૂળનાયકની જમણી બાજુ ઘુમ્મટબંધી ત્રણ દેરીઓમાં આરસની ગુરુમૂર્તિઓ બિરાજે છે. તે મૂર્તિની નીચે તે-તે ગુરુજીની પાદુકા પણ પ્રતિષ્ઠિત કરેલ છે. આ દેરીઓમાં મધ્ય શ્રી રૂપવિજયજી મહારાજ સાહેબની ગુરુમૂર્તિ છે. આ પ્રતિમામાં જ બન્ને બાજુ નમસ્કાર મુદ્રામાં નાની નાની ગુરુમૂર્તિઓ છે જે પૈકી જમણી બાજુની મૂર્તિ નીચે પન્યાસ શ્રી અમીવિજયજી તથા ડાબી બાજુની મૂર્તિની નીચે પન્યાસ શ્રી સૌભાગ્યવિજયજી લખેલ છે.
શ્રી રૂપવિજયજી મહારાજ સાહેબની જમણી બાજુની દેરીમાં પચાસ રત્નવિજયજી મહારાજ સાહેબની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિની નીચેની બાજુ નમસ્કારમુદ્રામાં બે નાની નાની ગુરુમૂર્તિ છે.
શ્રી રૂપવિજયજી મહારાજ સાહેબની ડાબી બાજુની દેરીમાં પચાસ મોહનવિજયજી મહારાજ સાહેબની મૂર્તિ છે. અહીં પણ પ્રતિમામાં નીચે ડાબી બાજુ મુનિ વિમલવિજયજી તથા જમણી બાજુ શ્રી ધર્મવિજયગણિની નમસ્કાર મુદ્રાવાળી નાની મૂર્તિ છે.
આ દેરીઓમાં બિરાજમાન ગુરુમૂર્તિ તથા પાદુકાની સ્થાપના પાટણના દશા શ્રીમાલી જ્ઞાતિના શાહ લલ્લચંદ નથુચંદે સં૧૯૭૧માં મહા વદ ૭ને શનિવારે કરેલ છે. તે અંગેનો લેખ દરેક પાદુકા તથા ગુરુમૂર્તિ પર છે. પ્રતિષ્ઠા શ્રી ધર્મવિજયગણિ મહારાજની નિશ્રામાં થયેલ છે.
આદેશ્વરના ગભારાની દીવાલે ડાબી બાજુ એક લેખ છે. તે મુજબ અહીં શેઠ નથમલજી આણંદજીએ પોતાનું ઘરદેરાસર અહીં પધરાવેલ છે. તે લેખ નીચે મુજબનો છે :
“શેઠ નથમલજી આણંદજીના ગૃહદેરાસરમાંની શ્રી ઋષભદેવ આદી ધાતુની પ્રતિમાઓ પ્રતિષ્ઠા કરાવેલ છે. સં. ૨૦૧૪ના જેઠ સુદ ત્રીજ ને બુધવાર”
આ લેખની બાજુની દીવાલ પર જ એક બીજો લેખ છે. તે નીચે મુજબનો છે : “ૐ અહં નમઃ | શ્રી શામલા પાર્શ્વનાથાય નમઃ |
પૂજય આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ઉપાડ શ્રી ભુવનવિજયજી મહારાજ શ્રી આદિ મુનિવરોની શુભ નિશ્રામાં મહોત્સવ સં૨૦૨૬ના વૈશાખ સુદ ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org