________________
ઉપરાંત પ્રવીણભાઈ પી. શાહે પણ ખૂબ જ અંગત રસ લઈને કાર્યને વધુ સરળ બનાવ્યું.
શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારના વહીવટદાર શ્રી યતિનભાઈ શાહનો આભાર માનું છું. તેઓએ પણ અંગત રસ લઈ જરૂરી ગ્રંથો અને હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ મેળવી આપવામાં ઉમળકાભેર સહયોગ આપ્યો છે.
પાટણના અતિથિગૃહ શેઠ શ્રી કેશવલાલ જેસંગલાલ જૈન ધર્મશાળાના સંચાલકોએ ઉષ્માભર્યો આવકાર આપીને જ્યારે જયારે જરૂર પડી ત્યારે રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે. તેમનો પણ હું આભાર માનું છું.
તદુપરાંત આ કાર્યમાં સંબોધિ સંસ્થાનના ઉપક્રમે પાટણનાં જિનાલયોની છબીકલા માટે શ્રી સ્નેહલભાઈ શાહ તથા શ્રી અરવિંદભાઈ શાહનો સહયોગ પ્રાપ્ત થયો છે. પાટણનાં જિનાલયોના આ ગ્રંથમાંના ટાઇટલથી માંડીને સમગ્ર ડિઝાઈનનું કાર્ય મુરબ્બી મિત્ર શ્રી જનકભાઈ પટેલે ખૂબ જ પ્રેમપૂર્વક કરી આપ્યું છે.
સમગ્ર ગ્રંથના સંપાદનમાં મદદનીશ તરીકે કુ. શીતલ સુરેશકુમાર શાહે ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને સમર્પિતભાવે સેવાઓ આપી છે. - ખંભાતનાં જિનાલયો ગ્રંથની જેમ જ આ ગ્રંથમાં પણ મારી પત્ની રસીલા કડીઆના સાથ-સહકાર ઉપરાંત બહુમૂલ્ય માર્ગદર્શન મળ્યાં છે. ગ્રંથ તૈયાર થયો ત્યાં સુધીના દરેક તબક્કેજિનાલયોની પ્રત્યક્ષ મુલાકાત, ચૈત્યપરિપાટીઓનું સંશોધન તથા લેખનકાર્ય – અમૂલ્ય યોગદાન રહ્યું છે.
અહીં આ સૌનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. . . અંતે, એક વાત ખાસ જણાવવાની કે આ ગ્રંથમાં કોઈ વિગતદોષ જણાયો હોય અથવા જિનાલયો વિશેની વધુ માહિતીની કોઈને જાણ હોય તો તેઓ તેની અચૂક જાણ કરે તેવી નમ્ર વિનંતિ છે.
પ્રસ્તુત ગ્રંથલેખનમાં શાસ્ત્રોક્ત દૃષ્ટિએ જો કોઈ દોષ રહી ગયો હોય તો અંતઃકરણપૂર્વક ખમાવું છું.
ચંદ્રકાન્ત કડિયા
શ્રી એલ. આર. જૈન બોર્ડિંગ ટી.વી. ટાવર સામે ડ્રાઈવ-ઈન રોડ અમદાવાદ-૩૮૦ ૦૫૪. ફોન : ૭૪૮૩૯૨૬ તા: ૨૪-૪-૨૦OO.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org