________________
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર
શેઠ શ્રી શાંતિદાસને અમદાવાદમાં ભવ્ય દેરાસર બાંધવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર તેમણે પોતાના ભાઈ વર્ધમાનને જણાવ્યો. અને ત્યારબાદ તેમણે દેરાસર બંધાવવા મુક્તિસાગરજી મહારાજાની આજ્ઞા માંગી.
સં. ૧૯૫૫માં અમદાવાદમાં ઢીંગવા પાડા પાસે(આજનું ઢીંકવા ચોકી, કાલુપુર, ટંકશાળ પાસે)ની જમીનમાંથી ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રતિમા નીકળી હતી. જૈન સંઘે સં. ૧૬૫૬માં માગસર સુદિ પાંચમના રોજ અમદાવાદના સકંદરપુર પાસેના બીબીપુરમાં જિનપ્રાસાદ બંધાવી, તેમાં ભટ્ટારક વિજયસેનસૂરિના હાથે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
શેઠ શાંતિદાસ ઝવેરીએ બીબીપુરમાં તીર્થધામ બનાવવા સં. ૧૯૭૯માં મોટાભાઈ વર્ધમાનની દેખરેખ નીચે ચિંતામણિ પાર્શ્વનાથના આ મંદિરનો મોટો જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યો. ત્રણ શિખરો, ત્રણ ગભારા, છ મંડપો, ત્રણ શૃંગાર ચોકી તથા ચારે બાજુએ નાની બાવન દેરીઓ બનાવી. તેને ફરતો મજબૂત કિલ્લો બનાવ્યો. આમ, તીર્થધામ જેવો વિશાળ જિનપ્રાસાદ બનાવી, નવી જિનપ્રતિમાઓ ભરાવી. મોટો ઉત્સવ કરી મહો. મુક્તિસાગર ગણિવરના હાથે સં. ૧૬૮૨ના જેઠ વદ નોમને ગુરુવારે મહાપ્રતિષ્ઠા કરી.
' સં. ૧૯૯૪માં (ઈ. સ. ૧૯૩૮માં) મેન્ડેલલ્લો નામના પ્રવાસીએ આ દેરાસરની મુલાકાત લીધી હતી અને તેની વિગતો નોંધી છે. સં. ૧૬૯૭માં (ઈ. સ. ૧૬૪૦માં) “શ્રી ચિંતામણિ પ્રશસ્તિ કાવ્ય રચાયું, જેમાં મંદિરના વર્ણનની ઘણી વિગતો આવે છે. સં. ૧૭૦૧માં (ઈ. સ. ૧૬૪૫માં) ઔરંગઝેબે તેને મસ્જિદમાં ફેરવ્યું. સં. ૧૭૦૪માં (ઈ. સ. ૧૬૪૮માં) તે ઇમારત પાછી મેળવવા અંગે શાહજહાં બાદશાહ પાસેથી શેઠ શાંતિદાસ ઝવેરીએ ફરમાન કઢાવ્યું. સં. ૧૭૦૫માં (ઈ. સ. ૧૯૪૯માં) ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ફરી તૈયાર કરાવવામાં આવ્યું. પરંતુ, મંદિરમાં ગાયનો વધ થયેલો હોવાથી ફરી દેરાસર તરીકે તેને સ્વીકારવામાં આવ્યું
રા-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org