SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સં. ૨૦૧૩માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રકાશિત થયેલ રાજનગરનાં જિનાલયો ગ્રંથના પુરોવચનમાં શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં સમગ્ર ભારતનાં તમામ શહેરો અને ગામોનાં જિનાલયોની આવી નોંધ તૈયાર થાય અને ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય. પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત થયા બાદ બે માસના ટૂંકા ગાળામાં જ તે અપ્રાપ્ય બન્યો હતો. ચતુર્વિધ સંઘના આવા ઉષ્માભર્યા પ્રતિભાવથી પ્રેરાઈને શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ ગુજરાતનાં તમામ જિનાલયોના પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરવાનું કાર્ય મને સોંપ્યું. રૂપરેખા તૈયાર થઈ અને દસ ગ્રંથોમાં સમાવિષ્ટ થાય તે રીતે પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો. પ્રોજેક્ટને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા મંજૂર કરવામાં આવ્યો. વળી, પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે જરૂરી ફંડ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું. આ સંદર્ભમાં શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈનો તથા આણંદજી કલ્યાણજી પેઢીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પ્રસ્તુત પ્રોજેક્ટનો પ્રારંભ ૨૪ એપ્રિલ, ૧૯૯૮થી શરૂ થયો હતો અને પ્રોજેક્ટનો પ્રથમ ગ્રંથ ખંભાતનાં જિનાલયો ૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ પ્રકટ થયો. તે ગ્રંથને પણ ખૂબ જ સાનુકૂળ પ્રતિભાવ સાંપડ્યો. ત્યારબાદ પ્રોજેક્ટનો બીજો ગ્રંથ પાટણનાં જિનાલયો ૨૪ એપ્રિલ, ૨૦૦૦ના રોજ પૂર્ણ થયો અને આ ત્રીજો ગ્રંથ સુરતનાં જિનાલયો (સુરત, વલસાડ તથા નવસારી જિલ્લાનાં જિનાલયો સહિત) પૂર્ણ થઈ શક્યો છે. આ ગ્રંથ તૈયાર કરવામાં થોડોક વિલંબ થયો છે તે બદલ અંતઃકરણપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ, સંબોધિ સંસ્થાન તથા તીર્થકોશ નિધિ તરફથી આ પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ સાંપડી રહ્યો છે. ઉપરાંત સંબોધિ સંસ્થાનના સૌજન્યથી પ્રસ્તુત ગ્રંથમાં ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ બન્યા છે. આ માટે તે તે સંસ્થાઓનો ઋણસ્વીકાર કરું છું. સમગ્ર પ્રોજેક્ટ દરમ્યાન પરમ મિત્ર શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ તરફથી સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે. આ કાર્ય માટે કેતનભાઈ શાહ, પુષ્પાબેન હર્ષદભાઈ શાહ, બિંદુબેન પ્રદીપભાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy