________________
સુરતનાં જિનાલયો
૩૦૭
ગામ - વલસાડ, તાલુકો - વલસાડ
૫૧. શ્રી ધર્મનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૭) વલસાડ, ગંજખાનામાં શ્રી જેચંદભાઈ ઉર્ફે બાબુભાઈ સી. શાહ પરિવારનું શ્રી ધર્મનાથનું ઘરદેરાસર આવેલું છે. ઘરદેરાસર ઉપરના માળે છે.
આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી પ્રતિષ્ઠા સં. ૨૦૪૭માં અષાડ સુદ છઠને દિને પ્રતિષ્ઠા થયેલ છે. આ. શ્રી હેમભૂષણસૂરિ તથા આ. શ્રી દિવ્યભૂષણસૂરિ મ. સા.ની પ્રેરણાથી અહીં ઘરદેરાસર નિર્માણ પામ્યું છે. જિનમંદિર આકારના કાના કબાટમાં ૭” ઊંચી મૂળનાયક શ્રી ધર્મનાથની એક ધાતુપ્રતિમા છે.
ગામ - વલસાડ, તાલુકો - વલસાડ
પર. શ્રી મુનિસુવ્રતસ્વામી (સં. ૨૦૨૫ આસપાસ) વલસાડ તીથલ રોડ પર આવેલ નૂતન સોસાયટીમાં આરસનું બનેલું શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલય ઉપરના માળે એક બાજુમાં છે. બીજી બાજુ શ્રાવકનો ઉપાશ્રય છે. નીચે ઉપાશ્રય છે જ્યાં પાઠશાળા ચાલે છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૨૫ આસપાસ માગશર સુદ ત્રીજના રોજ શ્રી ક્ષમાસાગરજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પ્રાચીન છે. સ્થાનિક માહિતી પ્રમાણે પ્રતિમા કરીમગંજ થી પાલીતાણા અને ત્યાંથી અત્રે બિરાજમાન કરેલ છે. ડાબી બાજુ પાર્શ્વનાથ તથા જમણી બાજુ શાંતિનાથ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે.
શત્રુંજયનો કાપડનો પટ છે. કાર્તિકી તથા ચૈત્રી પૂનમે ભાથુ અપાય છે. માગશર સુદ ત્રીજની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી નૂતન સોસાયટી જૈન શ્વેમૂસંઘના ટ્રસ્ટીઓ – શ્રી પ્રવીણચંદ્ર કાંતિલાલ શાહ, શ્રી અશ્વિનભાઈ હિંમતલાલ શાહ તથા શ્રી કિશોરચંદ્ર નરોત્તમદાસ શાહ હસ્તક છે.
ગામ - તીથલ, તાલુકો - વલસાડ
૫૩. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૨૦૧૨) વલસાડથી ૫ કિ. મી. દૂર દરિયા કિનારાથી નજીકનું રળિયામણું સ્થળ તીથલ. અહીં પૂ. બંધુ ત્રિપુટી મહારાજ દ્વારા સ્થાપિત શાંતિનિકેતન ાધના કેન્દ્ર આવેલું છે. વેકેશનમાં વસતી ઘણી હોય છે. શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા ધ્યાન સાધના કેન્દ્ર તથા યોગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org