________________
પરિશિષ્ટ-૪
કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં ૧૬૭૩)
દુહા
શ્રી શંખેશ્વર તુઝ નમું, નમું તે સારદ માય, તીર્થમાલ ત્રંબાવતી, સ્તવતાં આનંદ થાય. ૧
Jain Education International
સાગુટાની પોલિમાં, બઇ પોઢા પ્રાસાદ, ચીત્ર લખત તીહાં પૂતલી, વાજઇ ઘંટાનાદ. ૨
શ્રી ચંતામણિ ભોંયહરઇ, એક સુ પ્રત્યમા સાર, જિન જિ દ્વારઇ પૂજી જ્યમઇ, ધ્યન તેહનો અવતાર. ૩
સાહા સોંઢાનઇ દેહરઇ, શ્રી નાયેંગપુર સ્વામિ,. પ્રેમ કરીનઇ પૂજીઇ, પનર બંબ તસ ઠામિ. ૪
દંતારાની પોલિમાં, કુથજ્યન તાસ, બાર જંબ તસ ભુવનમાં, હું તસ પગલે દાસ. ૫
શાંતિનાથ યનવર તણું, બીજું દેહેરું ત્યાંહિ, દસ પ્રતિમાશું પ્રણમતાં, હરષ હૂઓ મનમાંહિ. ૬ ગાંધર્વ બઇઠ ગુણ સ્તવઇ, કોકિલ સરીષઉ સાદ, વીસ ત્ર્યંબ વેગઇં નમું, ઋષભતણઉ પ્રાસાદ. ૭ પરજાપત્યની પોલ્યમાં, શીતલ દસમુ દેવ, પનર થંબ પ્રેમઇ નમું, સુપરŪ સારું સેવ. ૮ અલંગવસઈની પોલ્યમાં, ત્રણ્ય પ્રાસાદ ઉત્સંગ, રીષભદેવ વીસ ત્ર્યંબ શું, સ્વામી સાંમલ રંગ. ૯ કુંથનાથયન ભુવન ત્યાંહાં, પાસŪ પ્રતિમા આઠ, પ્રહી ઊઠીનઇ પ્રણમતાં, લહીઇ શવપુરિ વાટ. ૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org