________________
ખંભાતની જૈન પરંપરા
ખંભાત આજે ખેડા જિલ્લામાં આવેલું નગર છે. તેની ઉત્તરે ખેડા જિલ્લાનો માતર તાલુકો, પૂર્વે બોરસદ અને પેટલાદ તાલુકો છે. તેની દક્ષિણે મહીસાગર અને ખંભાતનો અખાત તથા પશ્ચિમે સાબરમતી નદી આવેલી છે.
પ્રાચીન સમયથી આ નગરી માટે ગ્રંથોમાં અનેક નામોનો ઉલ્લેખ થવા પામ્યો છે. જેમ કે સ્તસ્મતીર્થ, સ્તન્મન, સ્તન્મનપુર, રૂક્ષ્મતીર્થપુર, ખંભનયરિ, થંભન, થંભણી, ભનપુર, ખંભાયત અને ખંભાત. અંગ્રેજોએ એનું નામ કેમ્બે પાડ્યું. આ ઉપરાંત તેના મહીનગર, ગુપ્તક્ષેત્ર, ત્રંબાવટી, ભોગવતી, લીલાવતી, કર્ણાવતી, રત્નાવતી, કનકાવતી જેવાં નામોના ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે.
ખંભાત એટલે જૂના જમાનાનું ભારતના જળમાર્ગનું સિંહદ્વાર. ગુજરાતના વેપારને ધીખતું રાખનાર આ બંદર અને તેની જાહોજલાલી એટલા તો જગમશહૂર બન્યાં હતાં કે ગુજરાતના પર્યાય તરીકે ખંભાત ઓળખાતું. ક્યારેક તો ગુજરાતનો બાદશાહ “ખંભાતના બાદશાહ' તરીકે સંબોધન પામ્યો છે ! ૧૦મી સદી પછીના પાંચ-છ સૈકાઓ સુધીના કાળ દરમ્યાન ખંભાતની જાહોજલાલી ટોચે પહોંચી હતી.
ખંભાતની આ જાહોજલાલીમાં જૈન વણિકોનો તથા તેના દાનવીર શ્રેષ્ઠીઓનો ફાળો બહુમૂલ્ય છે. લક્ષ્મીનો ઔદાર્થપૂર્ણ કોઠાસૂઝથી ઉપયોગ કરીને વણિકોએ મહાજન તરીકેની નામના મેળવી છે, એ જાણીતી વાત છે. ઇતિહાસ અને સાહિત્યનાં પૃષ્ઠો ઉખેળતાં માલુમ પડે છે કે જૈન વણિકોએ જૈન પરંપરાને ઝળહળતી રાખી છે. જૈન શાસનનો યશ વધે તેવી અનેક ઉજ્જવળ ઘટનાઓ આ કાળે બની છે. વળી, રાજાઓએ તથા મંત્રીઓએ જૈન પરંપરાને પોષી છે. તો ક્યારેક તેમાંના કેટલાકે જૈનધર્મ પણ અપનાવેલ છે.
આ કાળે જાણે કે પ્રત્યેક જૈન પરિવારને પોતે બાંધેલું જિનાલય કે પોતે ભરાવેલું જિનબિંબ હોય તેવી મહેચ્છા જાગી ન હોય તેવી રીતે અહીં જિનાલય કે બિંબનિર્માણ તથા જીર્ણોદ્ધારનાં કાર્યો સતત ચાલતાં રહ્યાં છે. ઉપલબ્ધ આધારભૂત સામગ્રીને આધારે ૧૬મા સૈકાથી અદ્યાપિપર્યત જિનાલયોની સંખ્યા આ પ્રમાણે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org