________________
ખંભાતનાં જિનાલયો
૧૮. સંભવનાથજીનું (ભુંઈરામાં ત્રણ મોટા બિંબ છે.) તે શાંતિનાથજી આદિના છે.
એટલે કે આજના વાઘમાસીની ખડકી તથા સંઘવીની પોળના નામે ઓળખાતા વિસ્તારનાં જિનાલયોનો ઉલ્લેખ તે સમયે બોરપીપળા વિસ્તારમાં થયો હતો.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બોરપીપળા વિસ્તારમાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં. આ સાત જિનાલયો પૈકી ત્રણ ઘરદેરાસરો હતાં તથા આજે વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન ૧. સંભવનાથ, ૨. વિજય ચિંતામણિ પાર્શ્વનાથ– આ બે જિનાલયોનો સમાવેશ તે સમયે બોરપીપળા વિસ્તારમાં થયો હતો. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ તે સમયે સંઘવીની પોળના વિસ્તારમાં થયો હતો. બાકીનાં બે જિનાલયો– ૧. સંભવનાથ, ૨. મુનિસુવ્રત સ્વામીનો ઉલ્લેખ બોરપીપળા વિસ્તારમાં જ કરવામાં આવ્યો હતો.
- સં. ૧૯૮૪માં ખંભાતનો ઈતિહાસ અને ચૈત્ય પરિપાટીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં બોરપીપળા વિસ્તારમાં (૧) નવપલ્લવ પાર્શ્વનાથ, (૨) સંભવનાથ, (૩) મુનિસુવ્રતસ્વામી એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
આજે પણ બોરપીપળા વિસ્તારમાં ઉપર જણાવેલાં ત્રણ જિનાલયો વિદ્યમાન છે.
બોરપીપળો નવપલ્લવ પાર્શ્વનાથ (૧દમો સૈકો)
બોરપીપળા વિસ્તારમાં જમણા હાથે પાર્જચંદ્રસૂરીશ્વરજીના ગુરુમંદિરની નજીક ખૂણામાં નવપલ્લવ પાર્શ્વનાથજીનું ભોંયરાયુક્ત ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. ભોંયરામાં મૂળનાયક ગોડી પાર્શ્વનાથજી છે. જિનાલયની બાજુમાં જ સાધ્વીજી મહારાજનો ઉપાશ્રય છે.
૧૯મા સૈકામાં ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ પાર્શ્વનાથના જિનાલય તરીકે સાલવીવાડમાં થયેલો છે.
સાલવીવાડઈ પાસનાહ જિન પૂજા કીજઈ
પીરોજપુરી શ્રી સુમતિનાથ પરમી ફૂલ લીજઈ ખંભાતમાં નવપલ્લવ પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ સં. ૧૯૪૨માં વચ્છરાજે ખંભાતમાં રચેલ સમ્યકત્વ કૌમુદી રાસમાં પણ પ્રાપ્ત થાય છે, જે ઉલ્લેખ નીચે પ્રમાણેની પંક્તિઓમાં થયેલ છે :
ત્રંબાવતી નગરી સુખવાસ, થંભણ શ્રી નવપલ્લવ પાસ,
તાસ પ્રાસાદિ રચી ચુસાલ, શ્રી સમકિત ગુણ કથા રસાલ ૫૦. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સાલવીની પોળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org