________________
અનેકવિધ દેશોને હાસ થશે, ગુણેની વૃદ્ધિ થશે. વૈરાગ્ય પ્રબળ બનશે, રાગદ્વેષની મલિનતા ઘટશે, પ્રભુશાસન પ્રત્યેને રાગ અને બહુમાન વધશે, વર્તમાન જીવનમાં પવિત્રતા–નિર્મળતા અને ચિત્તની પ્રસન્નતાની પ્રાપ્તિ થશે, અને ગુણસ્થાનકેની શ્રેણી પર આરોહણ કરતા ભવાંતરમાં શીધ્રાતિશીધ્ર કેવળજ્ઞાન પામીને શાશ્વત સુખના જોક્તા બનશે.
ગૃહસ્થને પણ કર્મ સિદ્ધાંતના જ્ઞાનથી શ્રી જિનવચનપરની શ્રદ્ધા દ્રઢ બનશે. સંસારના અનેકવિધ વિષમ પ્રસંગોમાં પણ ચિત્તની સમાધિ અને પ્રસન્નતા અચુક જળવાશે, અને સર્વવિરતિ ધર્મની પ્રાપ્તિ દ્વારા કર્મની જાળમાંથી હંમેશ માટે છુટાશે.
પ્રાન્ત અનંતે પકારી ભદધિત્રાતા પરહિતવત્સલ, સમતાસાગર, પૂજ્ય ગુરુદેવશ્રી પન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવરશ્રીના ચરણોમાં અનંતશઃ વંદના કરી આ પદાર્થ સંગ્રહ અનેકવિધ આત્માઓને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બને એજ એક શુભાભિલાષા સાથે આમાં કંઈ પણ જિનવચન વિરુદ્ધ આવ્યું હોય તે તે અંગે સુચન કરવા વિદ્વદ્દજનને વિનંતી કરવા સાથે મિચ્છામિ દુક્કડમ દઉં છું.
શ્રી પ્રેમભુવનભાનુ પા ચરણું કિંકર
– હેમચંદ્રવિજયગણિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org