________________
જઘન્ય પરિત્ત અસંખ્યાતથી ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતની વચ્ચેના બધા મધ્યમ પરિત અસંખ્યાત જાણવા.
તેવી જ રીતે જઘન્ય યુક્ત અસંખ્યાતથી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતની વચ્ચેના બધા મધ્યમ યુક્ત અસંખ્યાત જાણવા.
જઘન્ય અસંખ્યાત અસંખ્યાતથી ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતની વચ્ચેના બધા મધ્યમ અસંખ્યાત અસંખ્યાત જાણવા.
જઘન્ય પરિત્ત અનંતથી ઉત્કૃષ્ટ પરિણા અનંતની વચ્ચેના બધા મધ્યમ પરિત અનંત જાણવા છે ,
જઘન્ય યુક્ત અનંતથી ઉત્કૃષ્ટ યુક્ત અનંતની વચ્ચેના બધા મધ્યમ યુક્ત અનંત જાણવા.
જઘન્ય અનંત અનંતથી ઉપરના બધા મધ્યમ અનંત અનંત " જાણવા, પરંતુ ઉત્કૃષ્ટ અનંત અનંત સૂત્રના મતે આવતું નથી.
u aોસઘં અiriાં નરિત્ર” અનગ દ્વાર આ પ્રમાણે ઉત્કૃષ્ટ અનંતાનંત છે જ નહિ.'
કર્મગ્રંથના મતે યુક્ત અસંખ્યાતાદિ આ રીતે આવે. જઘન્ય પરિત્ત અસંખ્યાતનરાશિઅભ્યાસ = જઘન્ય યુક્ત અસંખ્યાત જઘન્ય યુક્ત અસંખ્યાત વર્ગ = જઘન્ય અસંખ્યાત અસંખ્યાત
જઘન્ય અસંખ્યાત અસંખ્યાતને ત્રણ વાર વર્ગ કરી દશ વસ્તુ ઉમેરી ફરી ત્રણ વાર વર્ગ કરતા જઘન્ય પરિત્ત અનંત આવે.
ઉમેરવાની દશ વસ્તુ આ પ્રમાણે છે. (૧) લોકાકાશના પ્રદેશ (૬) અનુભાગબંધના અધ્યવસાય (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ (૭) યેગના નિર્વિભાજ્ય અંશે (૩) અધર્માસ્તિકાયના પ્રદેશ ' (૮) કાળચક્રના સમયે (૪) એક જીવના પ્રદેશ (૯) પ્રત્યેક જીવના શરીર (૫) સ્થિતિબંધના અધ્યવસાયે (૧૦) સાધારણ વનસ્પતિકાયના શરીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org