________________
સત્તાપ્રકરણ
૩૦૫
(-: અચ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ :-) करणोदयसंतविऊ तन्निज्जरकरण संजमुज्जोगा। कम्मट्टगुदयनिट्टा - जणियमणिटुं सुहमुवेति ।। ५५ ।। करणोदयसत्ताविदः तन्निर्जराकरणसंयमोद्योताः ।
कर्माष्टकोदयनिष्ठा जनितमनिष्ठं सुखमुपयन्ति ।। ५५ ।। ગાથાર્થ - ૮ કરણ, ઉદય અને સત્તાના જાણકાર તેની = ૮ કરણ, ઉદય અને સત્તાની નિર્જરા કરાવનાર સંયમમાં ઉદ્યમવાળા ૮ કર્મનો ઉદય (ઉપલક્ષણથી બંધ અને સત્તા) ના અંતથી ઉત્પન્ન થયેલ મનને ઇષ્ટ ((કે) અંત વગરના) સુખને પામે છે.
ટીકાર્ય - હવે પ્રકરણ સંબંધી જ્ઞાનનું વિશિષ્ટ ફલ કહે છે... “કરણ-ઉદય અને સત્તાને જાણનાર', બંધાદિ જે કરણનું સ્વરૂપ કહ્યું છે અને ઉદય - સત્તાને સારી રીતે જાણનાર. તેની નિર્જરાનું કરણ તેની = કરણ ઉદય અને સત્તાની નિર્જરા કરવા માટેના સંયમમાં ઉદ્યમ = અભ્યાસ જેઓનો છે તેવા તેઓ ૮ કરણના ઉદયના અંતથી ઉદયનું ગ્રહણ બંધ અને સત્તાના ગ્રહણનું ઉપલક્ષણ હોવાથી બંધ ઉદય અને સત્તાના ક્ષયથી ઉત્પન્ન થયેલ મનને ઇષ્ટ અથવા અંત વગરનું સુખ = પરમપદ (મોક્ષ) ની પ્રાપ્તિ થનાર અવ્યાબાધ સુખને પામે છે. તે આ પ્રમાણે...૮ કરણ વગેરેના મુશ્કેલ અંતવાળા દુ:ખરૂપી અગ્નિની જ્વાળાને આલિંગ કરવારૂપ સંસારનું કારણ તેવા તેવા પરિણામ ઉક્ત કર્મની જાતને જ નિશ્ચય કરતાં તેના ક્ષય માટે ભગવાનની આજ્ઞાને કરીને સારી રીતે યત્ન કરતાં ઇચ્છા યોગ અને શાસ્ત્રયોગના પરિપાકથી પ્રાપ્ત કરેલ શુદ્ધ આત્મ સ્વરૂપના લાભવાળા ત્યાર પછી વિસ્તાર પામેલ સામર્થ્ય યોગના અતિશયરૂપ (અત્યન્ત) અગ્નિથી બાળી બધા અંતરાયવાળા મહાત્માઓ ક્ષપકશ્રેણિને પણ આરંભે છે. અને તેમાં આ ક્રમ છે...'
અહીં જે ક્ષપકશ્રેણિ પ્રસ્થાપક તે અવશ્ય ૮ વર્ષની ઉપર વર્તતો મનુષ્ય પ્રથમ સંઘયણ શુભધ્યાનવાળો અવિરત સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત-અપ્રમત્ત સંયતમાંથી કોઇપણ એક હોય છે. ફક્ત જે અપ્રમત્તસંયત છે તે હોય તો પૂર્વનો જાણકાર શુક્લધ્યાનને પામેલ હોય છે, બાકીના (અવિરત સમ્યગ્દષ્ટિ આદિ) સર્વે પણ ધર્મધ્યાનને પામેલ હોય છે. તેમાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થનાર જીવ પ્રથમથી અનંતાનુબંધિનો ક્ષય કરે છે. અને તેની વિધિ સર્વ પહેલાં જ કહેલ છે. તેથી ફરી કહેતાં નથી. દર્શનસપ્તકનો ક્ષય કરેલ અને અબદ્ધાયુષ્યવાળો ચારિત્રમોહનીયના ક્ષય માટે પ્રયત્નવાળો થયેલ યથાપ્રવૃત્તાદિ ૩ કરણ કરે છે. તેમાં યથાપ્રવૃત્તકરણને અપ્રમત્ત ગુણસ્થાનકે, અપૂર્વકરણને અપૂર્વગુણસ્થાનકે, અનિવૃત્તકરણને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે કરે છે.
અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ વડે મધ્યમ - ૮ કષાયને (અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ) તેવી રીતે ક્ષય કરે છે કે જેની સ્થિતિ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રહે છે. અનિવૃત્તિકરણના સંખ્યાત ભાગ જાય ત્યારે થીણદ્વિત્રિક, નરકદ્ધિક, તિર્યંચદ્રિક, પ્રથમ ૪ જાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણ ઉર્વલના સંક્રમ વડે ઉવેલાતી આ ૧૬ પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ થાય. અને તેનો બધ્યમાન પ્રકૃતિઓમાં પ્રતિસમય ગુણસંક્રમ વડે સંક્રમાવતાં સંપૂર્ણપણે ક્ષય થાય. જો કે મધ્યમ કષાય અષ્ટકનો ક્ષય કરવાનો આરંભ પહેલાં જ કર્યો હતો, પરંતુ હજી સુધી તેનો ક્ષય કર્યો નથી વચમાં પૂર્વોક્ત ૧૬ પ્રકૃતિઓનો ક્ષય કર્યો. ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળે કષાય અષ્ટકનો પણ ક્ષય કરે છે. અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે.. પ્રથમ ૧૬ પ્રકૃતિઓનો ૪૧૬ ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે આઠ કષાય, થીમદ્વિત્રિકાદિ સોળ હાસ્યષક ત્રણ વેદ અને સંવલનત્રિક એ છત્રીસ પ્રવૃતિઓનો સર્વથા
નાશ કરે છે, યથાયોગ્ય રીતે અનધ્યમાન પ્રવૃતિઓમાં અપૂર્વકરણના પ્રથમ સમયથી જ ઉદ્ધવનાનુવિદ્ધ ગુણસંક્રમ પ્રવર્તે છે. ગુણસંક્રમવડે પ૨માં અસંખ્ય અસંખ્યગુણાકારે સંજમાવે છે, અને ઉદ્ધવનાસંક્રમ વડે સ્વમાં નીચે ઉતારે છે ઉદ્ધવનાસંક્રમ જે પ્રકતિને સર્વથા નાશ કરવો હોય ત્યાં પ્રવર્તે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે જે જે પ્રકૃતિન પહેલાં ક્ષય થાય તેમાં ક્ષય કરવાની મુખ્ય ક્રિયા પ્રવર્તે છે, અન્ય ઉપર ગૌણ ક્રિયા પ્રવર્તે છે. અહીં અપૂર્વકરણે પ્રથમ આઠ કષાયોનો ક્ષય કરવા માટે મુખ્યપર્ણ ક્રિયા શરૂ કરી અને તેની સ્થિતિ નવમાના પ્રથમ સમયે પલ્યોપમનો અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રાખી. આઠમાંથી સોળ પ્રકૃતિનો પણ નાશ કરતો જ હતો પરંતુ નવમાના પ્રથમ સમયે તેની વધારે સ્થિતિ હતી કારણ કે તેમાં ગૌણ ક્રિયા પ્રવર્તતી હતી, નવમાના પ્રથમ સમયથી પહેલાં સોળ પ્રકૃતિનો ક્ષય થાય છે. માટે આઠ કષાયના ક્ષયની ક્રિયા ગૌણ કરી સોળ પ્રકતિઓનો ક્ષય કરવાની ક્રિયા મુખ્યપણે કરી, અને તેનો નાશ કર્યો ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે આઠ કષાયની સ્થિતિ રહી હતી. તેનો નાશ કર્યો. આ પ્રમાણે અહીં ક્ષય કરવા યોગ્ય અન્ય પ્રવૃતિઓ માટે પણ સમજવું. સર્વથા નાશ પામતી જે પ્રકૃતિઓમાં એકલો ગુણસંક્રમ જ્યારે પ્રવર્તે ત્યારે તે તે પ્રકૃતિનો માત્ર છેલ્લો એક ખંડ રહ્યો છે તેમ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org