________________
સત્તાપ્રકરણ
૧૧૧
તથા સયોગી કેવલીના અન્ય સમયે અન્ય સ્થિતિઘાતનો જે અન્ય પ્રક્ષેપ ત્યાંથી શરૂ કરીને પચ્ચાનુપૂર્વિએ જ્યાં સુધી પોત પોતાનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય, ત્યાં સુધી આ પણ સર્વ સ્વ-સ્વ સ્થિતિગત એકેક સ્પર્ધક જાણવું. તે કારણથી અયોગી કેવલી ગુણસ્થાનકના જેટલાં સમયો છે, તેથી એક અધિક સ્પર્ધકો દરેક ઉદયવતી પ્રવૃતિઓના થાય છે.
અનુદયવતી - ૮૩ પ્રકૃતિઓના સ્પર્ધકો :- બાકીની અનુદયવતી -૮૩ પ્રકતિઓના એક સ્પર્ધક હીન (અયોગી કાળના સમય પ્રમાણ સ્પર્ધકો) જાણવાં. કારણ કે તે અયોગી કેવલીના અન્ય સમયે ઉદયવતી પ્રકૃતિમાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમાવાય છે, તે કારણથી અન્ય સમયગત સ્પર્ધક તે પ્રકૃતિઓનું થાય નહિ. તેથી તે સમયહીન અનુદયવતીના સ્પર્ધકો થાય છે. આ
જો કે મનુષ્યગતિ આદિ પ્રવૃતિઓની ઉર્વલના પ્રકૃતિઓની મધ્યે પૂર્વે જ સ્પર્ધક પ્રરૂપણા કરી છે, તો પણ તે પ્રકૃતિઓના અહીં સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. તેથી ફરી ઉપાદન અર્થાત્ ગ્રહણ કર્યું છે. (ચિત્ર નં- ૧૦-૧૧ જુઓ)
संभवतो ठाणाई, कम्मपएसेहिं होंति नेयाइं । करणेसु य उदयम्मि य, अणुमाणेणेवमेएणं ।। ५० ।। संभवतः स्थानानि, कर्मप्रदेशेभ्यः भवन्ति ज्ञेयानि ।
करणेषु चोदये च, अनुमानेनैवमेतेन ।। ५० ।। ગાથાર્થ :- સંભવને આશ્રયીને કરણોમાં અને ઉદયમાં પ્રદેશસત્તાસ્થાનો કર્મપ્રદેશોની અપેક્ષાએ જાણવાં. પૂર્વ કહેલ અનુમાન પ્રકારે જાણવાં.
ટીકાર્થ:- બંધન આદિ કિરણોને વિષે યથાયોગ્ય આવા પ્રકારે સ્પર્ધક અતિદેશ કહે છે. એ પ્રમાણે અર્થાત્ ઉપદર્શિત પ્રકારે આ અર્થાત્ બુદ્ધિની અત્યંત નજીક રહેલ અનુમાન પ્રકારે વડે સંભવને આશ્રયીને બંધન આદિ કરણોને વિષે અને ઉદયને વિષે (ઉદય એ કરણ નથી એટલે અહીં ભિન્ન કહેલ છે.) પ્રદેશસત્તાસ્થાનો કર્મપ્રદેશની અપેક્ષાએ જાણવાં. તે આ પ્રમાણે કહે છે.....
બંધનકરણમાં જઘન્ય યોગસ્થાનથી શરૂ કરીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ યોગસ્થાન થાય ત્યાં સુધી તેટલાં પ્રદેશસત્તાસ્થાનો બંધને આશ્રયીને પ્રાપ્ત થાય છે. અને તેટલાં સત્તાસ્થાનોનું એક સ્પર્ધક થાય, એ પ્રમાણે સંક્રમણ આદિ દરેકને વિષે યથાયોગ્ય પણે વિચારવું.
ઇતિ પ્રદેશસત્તાસ્થાન સહિત ૪થી પ્રદેશસત્તા સમાપ્ત
(-ઃ અથ ૮ કરણ, ઉદય-સત્તાના પ્રકૃતિ આદિ ૪ સ્થાનો વિષે ભૂયસ્કારાદિ :-)
करणोदयसंताणं, पगइट्ठाणेसु सेसगतिगे य । भूयक्कारप्पयरो, अवढिओ तह अवत्तव्यो ।। ५१ ।। करणोदयसत्तानाम्, प्रकृतिस्थानेषु शेषकत्रिके च ।
भूयस्कारोऽल्पतरो - ऽवस्थितः तथाऽवक्तव्यश्च ।। ५१ ।। ગાથાર્થ - ટીકાની જેમ.
ટીકાર્ય :- આઠ કિરણોના, ઉદયના અને સત્તાના પ્રતિસ્થાનોમાં અને બાકીના સ્થિતિ - અનુભાગ - પ્રદેશરૂપ ત્રણ સ્થાનોમાં દરેકના ૪ ભેદો જાણવાં. તે ચાર ભેદો આ પ્રમાણે = ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અને અવક્તવ્ય છે.
एगादहिगे पढमो, एगाईऊणगम्मि बिइओ उ । तत्तियमेत्तो तइओ, पढमे समये अवत्तव्यो ।। ५२ ।। एकाधिके प्रथमः, एकायूने द्वितीयस्तु ।
તાવનાત્રસ્તૃતીય, પ્રથમે સમયે વતવ્યઃ | ૧૨ T. ગાથાર્થ :- એકાદિક પ્રકૃતિએ અધિક બંધાદિ થતાં પ્રથમ (ભૂયસ્કાર) વિકલ્પ, એકાદિક હીન થતાં દ્વિતીય (અલ્પત૨) વિકલ્પ, તેટલાજવાળો બંધાદિ પ્રવરે તે તૃતીય (અવસ્થિત) વિકલ્પ, અને (બંધાદિ વિચ્છેદ પામ્યા બાદ) પુનઃ બંધાદિ પ્રવર્તતાં પ્રથમ સમયે અવક્તવ્ય ચોથો વિકલ્પ થાય છે. (અનુસંધાણ પેઇઝ નંબર -૧૧૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org