________________
૧૦૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩
અહીં સ્પર્ધકોની ભાવના આ પ્રમાણે છે.... ક્ષીણકષાય અદ્ધાના (૧૨મા ગુણસ્થાનક કાલના) સંખ્યાતા ભાગી ગયા પછી અને અંતર્મુહૂર્ત પ્રમાણ એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-પની સ્થિતિસત્તા સર્વાપવર્તનાએ અપવર્તીને ક્ષીણકષાયના અદ્ધા (કાલ) સમાન કરે છે, અને નિદ્રા-પ્રચલાની સ્થિતિસત્તાને) એક સમયહીન કરે છે, અને ત્યારે સ્થિતિઘાત આદિ નિવર્તે છે,(અર્થાત્ થતા નથી.) તેથી ક્ષીણકષાય અદ્ધા સમાન સ્થિતિસત્તા યથાયોગ્ય ઉદય-ઉદીરણાથી ક્ષય પામતું ત્યાં સુધી સ્થિતિ વિશેષતાને પામે કે જ્યાં સુધી એક સ્થિતિ બાકી રહે. અને તે સ્થિતિમાં ક્ષપિતકર્માશ જીવની જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન છે, તેમાં એક પરમાણુ નાંખતાં બીજાં, બે પરમાણુ નાંખતા ત્રીજાં, એ પ્રમાણે એકેક પરમાણુ વધતા વધતા એ નિરન્તર પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન આવે. આ (અનંત પ્રદેશસત્તાસ્થાનોના પિડુંરૂપ ચરમ સ્થિતિસ્થાન આશ્રયી) એક સ્પર્ધક થયું.
બે સ્થિતિ બાકી રહેલ કહેલ પ્રકારથી જ બીજાં સ્પર્ધક થાય, અને ત્રણ સ્થિતિ બાકી રહેલને ત્રીજા સ્પર્ધક થાય. એ પ્રમાણે ક્ષીણકષાય ગુણસ્થાનકે (સર્વ અપવર્તના વડે) કરાયેલ કાલ સમાન સ્થિતિસત્તામાં જેટલાં સ્થિતિ ભેદો = સમયો હોય તેટલા સ્પર્ધકો હોય છે.
તથા અન્ય સ્થિતિઘાતના અન્ય પ્રક્ષેપથી શરૂ કરીને પચ્ચાનુપૂર્વીએ અર્થાત્ પાછળના અનુક્રમે યથોત્તરક્રમે એક પછી એક વૃદ્ધિએ પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી પોત પોતાનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય. તેથી આ પણ સકલ સ્થિતિગતનું એક સ્પર્ધક જાણવું.
તે કારણથી સ્થિતિઘાત વિચ્છેદથી આગળ ભાવિમાં થનાર ક્ષીણકષાય અદ્ધા સમય સમાન સ્પર્ધકો થાય છે. (અસત્ કલ્પનાથી ચિત્રમાં ૮ સ્પર્ધકો બતાવ્યા છે.) અને નિદ્રા-પ્રચલાના તો ઉપાન્ય સ્થિતિ આશ્રયીને સ્પર્ધકો કહેવાં, કારણ કે અન્ય સમયે તે દલિકની પ્રાપ્તિ નથી. તેથી તે બન્નેના (નિદ્રા-પ્રચલાના) એક હીન સ્પર્ધકો જાણવાં. (ચિત્ર નં. ૮-૯ જુઓ)
सेलेसिसंतिगाणं, उदयवईणं तु तेण कालेणं ।। તુલ્તાવાહિયારું, સેસા ડું IT ૪૧ ના शैलेशीसत्ताकाणा - मुदयवतीनां तु तेन कालेन ।
तुल्यान्येकाऽधिकानि, शेषाणामेकोनानि ।। ४९ ।। ગાથાર્થ :- શૈલેશી અવસ્થામાં સત્તાયોગ્ય ઉદયવતી પ્રવૃતિઓના તે અયોગીકાલ તુલ્ય સ્પર્ધકો એકેક સ્પર્ધક અધિક છે, અને શેષ અનુદયવતીના તેટલાં સ્પર્ધકો એકેક સ્પર્ધક હીન છે.
ટીકાર્ય :- શૈલેશી એટલે અયોગી અવસ્થા, તેમાં જે પ્રકતિઓની સત્તા હોય તે શૈલેશીસત્તાક પ્રવૃતિઓ કહેવાય છે, અને તે બે પ્રકારે છે. ઉદયવતી અને અનુદયવતી.
ત્યાં મનુષ્યગતિ, મનુષ્પાયુષ્ય, પંચેન્દ્રયજાતિ, ત્રસ, સુભગ, આદય, પર્યાપ્ત, બાદર, યશ કીર્તિ, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર, કોઇપણ એક વેદનીયરૂપ ૧૨ પ્રકૃતિઓ ઉદયવતી શૈલેશીસત્તાક છે. તે પ્રકૃતિઓના અયોગી કેવલીના કાલ તુલ્ય અર્થાત્ અયોગી કાલના સમય સમાન સ્પર્ધકોથી એક અધિક સ્પર્ધકો હોય છે. તે આ પ્રમાણે કહે છે....
ક્ષપિત કર્ભાશ જીવને અયોગી કેવલીના અન્ય સમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાન હોય તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન, તેથી એકેક પ્રદેશ (પરમાણુ) ની વૃદ્ધિએ અનેક જીવની અપેક્ષાએ અનંતા પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી જાણવા કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય આ પ્રમાણે (ચરમસ્થિતિ આશ્રયી) એક સ્પર્ધક થાય.
એ જ પ્રમાણે બે સ્થિતિ બાકી રહે બીજાં સ્પર્ધક, ત્રણ સ્થિતિ બાકી રહે ત્રીજા સ્પર્ધક થાય એ પ્રમાણે નિરન્તર ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અયોગી કાલનો પ્રથમ સમય આવે. (અનુસંધાણ પેઇઝ નંબર-૧૧૧)
પર ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે એવા વિશિષ્ટ પરિણામ થાય છે કે જે વડે એકદમ સ્થિતિ ધટાડી તે
ગુણસ્થાનકનો જેટલો કાળ હોય તેટલાં કાળમાં ભગવાય તેટલી સ્થિતિ શેષ રાખે છે. જે વિશિષ્ટ પરિણામ વડે એ ક્રિયા થાય છે તેનું નામ સર્વાવના કહેવાય છે. સર્વાપવર્નના થયા પછી સ્થિતિઘાત - રસઘાત કે ગુણ શ્રેણિ થતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org