________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
‘‘તોમનસાળોસાવાળ’' તિ અહીં પ્રથમાએ ષષ્ઠીના અર્થમાં હોવાથી, સંજ્વનલોભ, યશઃકીર્તિ, નોકષાય - ૬નું એક સ્પર્ધક થાય છે. ત્યાં ભવ્ય પ્રાયોગ્ય જન્મ સ્થિનિસત્તાવાળો જીવ ત્રસને વિષે ઉત્પન્ન થાય, ત્યાં ચાર વાર મોહને ઉપરામ કર્યા વિના, બાકીની ક્ષપિત કર્યાંશની – કર્મપુદ્દગલીની સત્તા ઓછી કરવા માટે થતી ક્રિયા વડે પરણાં કર્મપુદ્ગલોને ખપાવીને, દીર્ઘકાલ સુધી સંયમનું પાલન કરીને ક્ષપણાર્થે તૈયાર થયેલા જીવને યથાપ્રવૃત્તકરણના (૭મા ગુજ્જાસ્થાનકના ચરમસમયે જધન્ય પ્રદેશસત્તા હોય છે. તદનંતર તે જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી શરૂ કરીને અનેક જાવની અપેક્ષાએ એક એક પ્રદેશની વૃદ્ધિથી નિરંતર પ્રદેશસત્તાસ્થાનો (તે જ યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે) ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિત કાંશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન આવે, એ પ્રમાણે (એ સઘળા પ્રદેશસત્તાસ્થાનોનો સમૂહ તે) સંજ્વલન લોભ અને યશઃકીર્તિનું એક સ્પર્ધક થાય છે. ઉપશમશ્રેણિ કરણમાં અન્ય પ્રકૃતિના ઘણાં દલિકો ગુણસંક્રમથી આવે છે. તેથી જઘન્ય પ્રદેશસત્તા ન પામે તે કારણથી ૪ વાર મોહનો ઉપશમ કર્યા વિના અન્ત૨કરણ કરે એ પ્રમાણે વ્યાખ્યા છે. (ચિત્ર નંબર – ૬ જુઓ)
૧૦૬
હાસ્યાદિ - ૬ના એક એક સ્પર્ધક :- હાસ્યાદિ - ૬ નોકષાયના દરેકની એક એક સ્પર્ધક ભાવના આ પ્રમાણે છે. તે જ અભવ્ય સિદ્ધિક પ્રાર્થોગ્ય જયન્ય પ્રદેશસત્તાવાળો જીવ ત્રસને વિષે ઉત્પન્ન થાય. ત્યાં સમ્યક્ત્વ અને દેશવિરતિને અનેકવાર પ્રાપ્ત કરીને ચા૨ વાર મોહનીયને ઉપશમાવીને સ્ત્રીવેદ અને નપુંસકવેદને વારંવાર બંધ વડે અને હાસ્યાદિ દલિકને સંક્રમથી ઘણાં પૂરીને ( અર્થાત્ સારી રીતે પુષ્ટ કરીને) મનુષ્ય થાય, ત્યાં દીર્ઘકાલ સંયમનું પાલન કરીને ક્ષપણાર્થે તત્પર થયેલ જીવને અન્તિમખંડના અન્ય સમયે ૬ નોકષાયની પ્રત્યેકની જે પ્રદેશસત્તા વિદ્યમાન છે તે સર્વ જઘન્ય પ્રદેશસત્તા જાણવી. તદનંતર તે જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી શરૂ કરીને અનેક જીવોની અપેક્ષાએ એકેક પ્રદેશની વૃદ્ધિએ નિરન્તર અનંત પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુધ્ધિતકમાંશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય. (એ અનંતા પ્રદેશસત્તાસ્થાનના સમૂહને સ્પર્ધક કહેવાય છે.) આ રીતે હાસ્યાદિ ૬ પ્રકૃતિઓમાં દરેકનું એક એક સ્પર્ધક થાય છે. (ચિત્ર નં. - ૭ જુઓ)
ગાથાર્થ ઃક્ષીણકષાયી જીવના સ્થિનિષાત વિચ્છેદ થયા બાદ આગળ જે શેષ કાળ રહે છે, તે કરતાં એક અધિક સ્પર્ધકો (મોહનીય સિવાયના)ઘાનિકર્મના થાય છે. નિદ્રા પ્રચલાના એક અન્ય સ્થિતિગત સ્પર્ધક સિવાયના બાકીના સ્પર્ધકો વાં.
ટીકાર્ય :- હવે મોહનીયકર્મ સિવાયના પાતિકર્માની સ્પર્ધક પ્રરૂપણા કરતાં કહે છે. ક્ષીણકષાયના સ્થિતિખંડ વિચ્છેદથી અર્થાત સ્થિતિપાત વિચ્છેદ થયા બાદ આગળ જે રોષ કાલ રહે છે. તે પોતાનો સંધ્યેયભાગ લક્ષણ તે સમય સમાન એક અધિક સ્પર્ધકો ઘાતિકર્મના થાય છે. નિદ્રા-પ્રચલાના એક અન્ય સ્થિતિગત સ્પર્ધક સિવાયના સ્પર્ધકો કહેવાં. કારણ કે નિદ્રાપ્રચલાના ઉદયનો અભાવ હોવાથી અન્ય સમયે સ્વ સ્વરૂપે દલિક પ્રાપ્ત થતું નથી પરંતુ પરંપ્રકૃતિરૂપે જ હોય છે. તે કારણથી તેનું (નિદ્રા-પ્રચલાનું) અન્ય સ્થિતિગત સ્પર્ધક ત્યાગ કર્યું છે. બાકીના ઘાતિક્રર્મોનો તો ઉદય હોવાથી ત્યાગ કર્યો નથી. (અનુસંધાણ પેઇઝ નંબર-૧૦૮)
૫૦
ठिइखंडगविच्छेया, खीणकसायस्स सेसकालसमा । દિયા યાર્ડનું, નિદ્દાપયશાળ શિષ્યેó || ૪૮ ।। स्थितिखण्डकव्यवच्छेदात्, क्षीणकषायस्य शेषकालसमाः । પિનિ તિનામું, નિાપ્રયતયોનૈિમ્ ।। ૪૮ ||
૫૧
સંજ્વલન લોભનું એક સ્પર્ધક કહ્યુ છે. પરંતુ જેમ ૧૨મા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય ત્યારે સર્વ અપવર્ઝના વડે અપવર્તીને સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ જ્ઞાનાવરણાદિની રાખે છે અને તેથી તેઓના એક અધિક સંખ્યાતમા ભાગ પ્રમાણ । સ્પર્ધકો થાય છે, તેમ દશમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે લોભની સ્થિતિને સર્વ અપવર્ઝના વડે અપવર્તી તેને ૧૦મા ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ પ્રમાણ રાખે છે ત્યારે તેમાં સ્થિતિઘાતાદિ પ્રવર્તતા નથી તેથી જ્ઞાનાવરણાદિની જેમ લોભના એક અધિક ૧૦મા ગુણસ્થાન કના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્પર્ધકો ઉપરોકત એક સ્પર્ધકથી અધિક થવા જોઈએ. એમ પંચસંગ્રહ પાંચમા દ્વારની ગાથા ૧૭૯મી ના અવતારણમાં સંજ્વલન લાભ અને યશ કીર્તિનું અન્યથા બીજી રીતે પણ એક સ્પર્ધક થાય છે એમ કહ્યું છે. તે ઉપરથી લાગે છે. જો કે પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિની ટીકામાં આગળ પાછળ ક્યાંય કહ્યું
નથી.
અહીં હાસ્યષટ્કનું એક જ સ્પર્ધક કહ્યું છે. તેનું કારણ એમ જણાય છે કે તેઓની પ્રથમ અને દ્વિતીયસ્થિતિ સાથે જ જતી હોવી જોઈએ. આ રીતે જેમ હાસ્યષટ્કનું એક સ્પર્ધક થાય છે તેમ પુરુષવેદને ઉદયે શ્રેણિ આરંભ કરનારને સ્ત્રી કે નવું સકવેદનું પણ એક સ્પર્ધક થતું હોવું જોઈએ અને સ્ત્રી કે નપુંસકવેદના ઉદયે શ્રેણિ આરંભ કરનારને નપુંસકવેદની જેમ પુરુષવેદનું પણ એક સ્પર્ધક થતું હોવું જોઇએ. અન્ય વેદના ઉદયે શ્રેણિ આરંભ ક૨ના૨ને અન્ય વેદનું આવું સ્પર્ધક થતું હોવું જોઈએ. પછી બહુશ્રુત જાણો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org