________________
સત્તાપ્રકરણ
૧૦૩
હવે ઉર્વલ્યમાન પ્રકૃતિઓની સ્પર્ધક પ્રરૂપણ કહેવાય છે... ““wiડવતમાળા'' અહીં પ્રથમા એકવચન ષષ્ઠી બહુવચન પરક હોવાથી ઉર્વલ્યમાન ૨૩ પ્રકૃતિઓનું એક સ્પર્ધક થાય, એ પ્રમાણે અર્થ છે. ત્યાં પ્રથમ સમ્યકત્વની ભાવના કરાય છે.
અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળો જીવ ત્રસને વિષે ઉત્પન્ન થઇને ત્યાં સમ્યકત્વ અને દેશવિરતિ અનેકવાર પ્રાપ્ત કરીને ચાર વાર મોહનીયને ઉપશમાવીને ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું અનુપાલન કરીને મિથ્યાત્વે જાય, અને ત્યાં દીર્ધ ઉદ્વલના વડે સમ્યકત્વને ઉકેલતો જ્યારે અન્યખંડ સંક્રમથી નાશ કરે અને એક ઉદયાવલિકા બાકી રહે, અને તે ઉદયાવલિકાને પણ સ્તિબુકસંક્રમથી મિથ્યાત્વમાં સંક્રમાવે છે, અને તે સંક્રમાવતા જ્યારે બે સમય માત્ર એક સ્થિતિ બાકી રહે ત્યારે સમ્યકત્વની જઘન્ય પ્રદેશસત્તાસ્થાન થાય છે. તે પછી અનેક જીવની અપેક્ષાએ એક એક પ્રદેશ વૃદ્ધિએ અનંતા પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય છે, આ એક સ્પર્ધક છે. એ પ્રમાણે મિશ્રના સ્પર્ધક પણ સંપૂર્ણપણે કહેવું.
એ જ પ્રમાણે બાકી રહેલ ઉર્વલના યોગ્ય વૈક્રિય એકાદશ, આહારકસપ્તક, ઉચ્ચગોત્ર, મનુષ્યદ્ધિકરૂપ ૨૧ પ્રકૃતિઓ વિષે પણ જાણવું. વિશેષ તે પ્રકૃતિઓમાં ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વકાલ મૂલથી જ ન કહેવો. અહીં ઉદ્વલન પ્રવૃતિઓનું એક સ્પર્ધકનું નામ અર્થાત્ વર્ણન ઉપલક્ષણ પરક જાણવું, પરંતુ બાકીનાનો નિષેધ પરક નથી, પૂર્વે કહેલ અનુદયવતી = ૨૯ પ્રકૃતિઓની જેમ આ પ્રવૃતિઓમાં પણ આવલિકા સમય સમાન જ સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. અને પંચસંગ્રહ ભાગ ૧માં પાંચમા દ્વારમાં ગાથા - ૧૮૦માં કહ્યું છે. ““મણુકયતુલ્ત કવાયા નાગન્ન રીહરવનને રિ'' = ઉર્વલન યોગ્ય પ્રવૃતિઓના સ્પર્ધકો તેઓની દીર્ધ ઉર્વલના કરતા અનુદયવતી પ્રકૃતિઓની તુલ્ય જાણવું, એ પ્રમાણે અર્થ છે. (અનુસંધાન પેઇઝ નંબર-૧૮૬)
ચિત્ર નંબર ૩ની સમજુતી :- આ ચિત્રમાં અસત્કલ્પનાથી પ્રથમના જે ૭ ૮ બિન્દુ છે તે બંધ સમયના છે. ત્યાં પહેલુ જે ૭ બિન્દુ છે. તે બંધોદય વિચ્છેદ પહેલાનો ૮મો સમય છે. તે સમયે બાંધેલ કર્મ તે બંઘાવલિકાના ૪ સમય અને બીજી સંક્રમાલિકાના અન્ય સમયે એટલે કે ૮મા © બિન્દુએ સત્તા રહિત થાય છે તેથી... આ નિશાની સંક્રમ થતા બતાવ્યા છે. બંધદય વિચ્છેદ પૂર્વના ૭મા સમયે બાંધેલ કર્મ બંધોદય વિચ્છેદના અનન્તર સમયે અર્થાત્ અબંધોદયના ૧લા સમયે સત્તા રહિત થાય છે. ત્યારે બંધ વિચ્છેદ પૂર્વના છઠ્ઠા આદી સમયનું બંધાયેલ દલિક સત્તામાં હોય છે. તે કારણથી બંધાદિ વિચ્છેદ થયા પછી અનન્તર સમયે બે સમયહીન બે આવલિકાએ બાંધેલ જ દલિક છે. બીજુ નથી.
બંધાદિ વિચ્છેદ સમયે જઘન્ય યોગે જે કર્મ બાંધ્યું તે કર્મ બંધાવલિકા પછી બીજી આવલિકા વડે સંક્રમાવશે તે સંજ્વલન ક્રોધનું જઘન્ય પ્રદેશસત્તાસ્થાન, એ પ્રમાણે બીજા યોગસ્થાને વર્તતાં બંધાદિ વિચ્છેદ સમયે જે કર્મ બાંધ્યું તે બીજુ પ્રદેશસત્તાસ્થાન
એ પ્રમાણે ૯માં ગુણઠાણે જઘન્ય યોગસ્થાનથી શરૂ કરી ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી જેટલાં યોગસ્થાનો થાય છે તેટલાં બંધાદિ વિચ્છેદ સમયે પ્રાપ્ત થાય છે. આ એક સ્પર્ધક થયું. તે રીતે દ્વિચરમ સમયનું બીજુ સ્પર્ધક ત્રિચરમ સમયનું ત્રીજુ સ્પર્ધક વિશેષ એ કે તે બસમય અને ત્રણ સમયાદિના સ્પર્ધકો જાણવાં. એ પ્રમાણે બે સમયહીન બે આવલિકામાં જેટલાં સમય તેટલાં સ્પર્ધકો થાય છે તેથી અહીં અસત્કલ્પનાથી ૬ સ્પર્ધકો બતાવ્યા છે.
ઈતિ ચિત્ર નંબર - ૩ ની સમજુતી સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org