________________
(૭) સોમનસ દેવલોક - એક પ્રતર છે. ૧૦૦ વિમાનની સંખ્યા છે.
૧૦૦૦ યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૯ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૮ સાગરોપમનું છે. પ્રિયંકર દેવલોક - એક પ્રતર છે. ૧૦૦ વિમાનની સંખ્યા છે. ૧૦૦૦ યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય
૨૯ સાગરોપમનું છે. (૯) આદિત્ય દેવલોક - એક પ્રતર છે. ૧૦૦ વિમાનો છે. ૧૦૦૦
યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૩૦ સાગરોપમનું છે.
પાંચ અનુત્તર દેવલોકનાં વિમાનો - નવ રૈવેયક દેવલોકનાં દેવવિમાનોથી એક રાજ ઉપર સાડા-છ ગણરજ્જુના વિસ્તારમાં ચારે દિશામાં ચાર અનુત્તર દેવલોકનાં વિમાનો આવેલાં છે અને મધ્યમાં એક વિમાન આવેલું છે. આમ કુલ પાંચ અનુત્તર દેવલોકના વિમાનો આવેલાં છે.
દરેક વિમાન ૧૦૦ યોજના ઊંચાં અને ૨૧ યોજન ભૂમિતલવાળાં છે. પૂર્વ દિશામાં વિજય અનુત્તર વિમાન, દક્ષિણમાં વિજયંત અનુત્તર વિમાન, પશ્ચિમમાં જયંત અનુત્તર વિમાન અને ઉત્તરમાં અપરાજિત અનુત્તર વિમાન અને મધ્યમાં સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન આવેલું છે.
પ્રથમ ચાર વિમાનોના દેવોનું જધન્ય આયુષ્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે, જ્યારે સર્વાર્થસિદ્ધ દેવવિમાનના દેવોનું આયુષ્ય ૩૩ સાગરોપમનું છે.
બધાં વિમાનોમાં આ પાંચ વિમાન શ્રેષ્ઠ હોવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થસિદ્ધ વિમાનની છતની મધ્યમાં ૨૫૩ મોતીનો એક ચંદ્રવો હોય છે. તેમાં મધ્યનું એક મોતી ૬૪ મણનું છે. ચોતરફ ૪ મોતી ૩ર૩ર મણનાં છે. તેની પાસે ૮ મોતી ૧૬ - ૧૬ મણનાં છે. તેની પાસે ૧૬ મોતી ૮ - ૮ મણનાં છે. તેની પાસે ૩ર મોતી ૪ - ૪ મણનાં છે. તેની ૮૨
મન્ત્ર સંસાર સારં...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org