________________
ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
અધિષ્ઠાયક દેવો જે દેવ કોઈપણ વસ્તુ કે વ્યક્તિમાં પોતાનું અધિષ્ઠાન-આધિપત્ય જમાવે તે દેવ અધિષ્ઠાયક દેવ કહેવાય છે. આ દેવતાઓ કેટલાક સ્વામીપણાનો ભાવ પ્રસ્થાપિત કરતા હોય છે તો કેટલાક સેવકપણાનો. કેટલાક સમ્યગૃષ્ટિ હોય છે તો કેટલાક મિથ્યાષ્ટિ, કેટલાક હલકી કોટિના હોય છે તો કેટલાક ઉમદા હોય છે, કેટલાક નિયત હોય છે તો કેટલાક અનિયત, કેટલાક સ્વાર્થી હોય છે તો કેટલાક પરાર્થી, કેટલાક ભક્તિથી ખુશ થનારા હોય છે, તો કેટલાક અન્ય રીતે.
જૈનદર્શનની માન્યતા મુજબ નીચલી કક્ષાના મિથ્યાષ્ટિ વ્યંતર દેવો (કે જે લોકમાં ભૂત-પિશાચ તરીકે પ્રસિદ્ધ છે) અસંખ્યાતા છે. કુતુહલવૃત્તિ અને હલકી મનોવૃત્તિના કારણે ઘણા દેવો ચારે બાજુ ભટકતા હોય છે. કોઈપણ સારી વસ્તુ કે સારું સ્થાન દેખાતાં તેના ઉપર તેઓ અધિષ્ઠિત થઈ જતા હોય છે.
ક્યારેક શયનખંડમાં ઘૂસી ખાલી પથારી ઉપર કબજો જમાવી દે છે તો કયારેક ઘટાદાર વૃક્ષમાં આવાસ બનાવે છે. કયારેક ખાલી મહેલોના માલિક બની જાય છે તો કયારેક મૂર્તિમાં પણ ઘૂસી જાય છે. માટે જ મંદિર તૈયાર થઈ ગયા બાદ આઠ જ દિવસમાં પ્રતિષ્ઠા કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે જેથી કોઈ વ્યંતરદેવ મંદિરનો કબજો જમાવી ન લે.
લોકવાયકા પણ એવી છે કે, પીપળાના ઝાડ નીચે સંડાસ જવું નહીં. કારણ, તેના ઉપર ભૂત બેઠા હોય છે. જંગલમાં જતાં પાછળ રહેલી વ્યક્તિને એમ ના કહેવાય કે “ચાલ જલદી”-કારણ, આજુબાજુ રહેલાં ભૂત-પિશાચ પણ આ આમંત્રણને સ્વીકારી આપણી સાથે ચાલવા લાગે, શરીરમાં પ્રવેશ કરી જાય.
આવા દેવો જેમ સારી વસ્તુમાં માલિકીપણાનું અધિષ્ઠાન જમાવે છે તેમ વ્યક્તિઓના અંતરમાં પણ કબજો જમાવે છે. પૂર્વભવના સંસ્કારો અને સંબંધોના આધારે આ દેવતાઓ તે વ્યક્તિને ન્યાલ કરી દે છે
મનં સંસાર સાર.
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org