________________
ઉત્પત્તિ
સ્થિતિ નાશ
બિંદુ અથવા મહાબિંદુ શુદ્ધ આત્મદ્રવ્ય અથવા શુદ્ધ પુદ્ગલ (Matter) દ્રવ્યનું સૂચક છે. અલબત્ત, શુદ્ધ આત્મદ્રવ્ય નિરંજનનિરાકાર છે, જયારે શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય સાકાર છે તેમ જ તે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ પણ ધરાવે છે, પરંતુ શક્તિમાં બંને સમાન છે. શુદ્ધ આત્મદ્રવ્ય પણ અનંત શક્તિ ધરાવે છે. તેમ જ શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય પણ અનંત શક્તિ ધરાવે છે. આત્માની અનંત શક્તિ સ્વનિયંત્રિત છે જયારે પુદ્ગલની અનંતશક્તિ પરનિયંત્રિત છે.
આ જ મહાબિંદુને આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય રૂપે અલગ અલગ દર્શાવતાં વિસર્ગ મંડળ રચાય છે.
આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બંનેની ત્રણ ત્રણ અવસ્થાઓ (Phases) છે. ઉત્પન્ન થવું તે, નાશ પામવું તે અને દ્રવ્ય તરીકે સ્થિર રહેવું તે. આને જૈન પરિભાષામાં ત્રિપદી કહે છે. ૧. ૩૫નંદ યા ૨. વિભેટ્યા ૩. ધ્રુવેર્ વા અને તે ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવાય છે. વિશ્વના કોઈ પણ પદાર્થની આ ત્રણ અવસ્થાઓ હોય છે. જૈન પરંપરામાં સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ માનવામાં આવી નથી પરંતુ વિભિન્ન પદાર્થોની વિભિન્ન પર્યાય-અવસ્થા સ્વરૂપે થતી ઉત્પત્તિ માનવામાં આવે છે; જયારે સમગ્ર લોક-બ્રહ્માંડને અનાદિ-અનંત સ્થિતિવાળો માનવામાં આવે છે.
જૈન માન્યતા પ્રમાણે શુદ્ધ આત્મદ્રવ્યનો પુદ્ગલ સાથે સંયોગ કયારેય થતો નથી, પરંતુ આત્મદ્રવ્ય અને પુદ્ગલનો સંયોગ અનાદિકાળથી જ થયેલ છે, એમ માનવામાં આવે છે. આત્મા અને પુદ્ગલના અનાદિ સંયોગના પરિણામે જ વિશ્વના પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ તથા નાશ થાય છે.
કર્મ પૌદ્ગલિક છે અને પુદ્ગલ કાર્મણ વર્ગણાના પુદ્ગલ સ્કંધો દ્વારા આઠ કર્મમાં રૂપાંતર પામી આત્માને વળગે છે. તે આઠ કર્મ - ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મોહનીય પ. આયુષ્ય
મન્ત્ર સંસાર સારું...
Jain Education International
For Personal & Private Use Only
૩૯
www.jainelibrary.org