________________
નામજપ અને મંત્રોચ્ચારણનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે, તેનું ભાન થયું.”
લેફ. કર્નલ. સી.સી. બક્ષી પોતાના વૈશ્વિક ચેતના નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે પણ આપણા મગજમાં શબ્દની-ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો ચિંતકો શબ્દસ્ફોટ કહે છે. અને તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે.
મંત્રોની સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે. એટલું જ નહિ પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા તે મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ, ઉચ્ચાટણ પણ થઈ શકે છે. કુશન્ડિકા યજ્ઞમાં એક માણસે ફકત મંત્ર અને અગ્નિબીજ “ર થી જ અગ્નિ પ્રગટાવેલો.
મંગધ્વનિ, મંત્રાક્ષરો તથા યંત્ર અને મૂર્તિ મંત્રનો ધ્વનિ એક પરિમાણવાળો (યુનિ-ડાઈમેન્શનલ) હોય છે. (અલબત્ત, ધ્વનિને આપણે જોઈ શકતા નથી તેથી કદાચ આપણા માટે તે એક પરિણામવાળોયુનિડાઈમેન્શનલ કહી શકાય, પરંતુ જેઓ ધ્વનિમાં રંગો જોઈ શકે છે તેઓ માટે તો ધ્વનિ પણ ત્રિપરિમાણીય થ્રી ડાઈમેન્શનલ જ છે.) મંત્રાક્ષરો તથા તેની આકૃતિ સ્વરૂપ યંત્રો દ્વિપરિમાણવાળા અર્થાત્ ટુ-ડાઈમેન્શનલ હોય છે; જયારે મૂર્તિ ત્રિપરિમાણવાળી અર્થાત્ થ્રી ડાઈમેન્શનલ હોય છે.
પ્રાચીનકાળમાં, પ્રાયઃ મહાભારતનું યુદ્ધ થયું તે કાળમાં, યુદ્ધમાં શસ્ત્રવિદ્યા અને અસ્ત્રવિદ્યાનો ઉપયોગ થતો હતો. આમાં શસ્ત્ર એટલે સામાન્ય શસ્ત્રો જેવાં કે તલવાર, બાણ વગેરે. જયારે મંત્ર દ્વારા અથવા વિદ્યાઓ સહિત છોડવામાં આવતાં શસ્ત્રોને અસ્ત્રો કહેવામાં આવે છે. આ અસ્ત્રો શત્રુનો સંહાર કરી પુનઃ પ્રયોક્તા અર્થાત્ છોડનારની પાસે આવી જતાં. તે અસ્ત્રોને નિષ્ફળ બનાવવાની વિદ્યાઓ પણ તે સમયના મન્ત્ર સંસાર સાર..
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org