________________
ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
મંત્ર મહીમા આપણા પૂર્વાચાર્યો એ ચૌદ પૂર્વ માંથી વિદ્યાપ્રવાદ નામના પૂર્વ અંતર્ગત મંત્રપ્રવાદમાંથી મંત્રો અને વિદ્યાઓનો ઉદ્ધાર કરી મંત્રકલ્પશાસ્ત્રોની રચના કરી છે. મંત્રપ્રવાદ અને વિદ્યાપ્રવાદ પૂર્વના અભ્યાસી એવા પૂર્વાચાર્યોએ અનેક દેવતાઈ ચમત્કારી મંત્રો તથા મંત્ર કલ્પો બનાવી તેને નિગમ શાસ્ત્રોમાં સમાવિષ્ટ કર્યા છે. અનાદિકાળથી દરેક તીર્થકરોના સમયમાં આચારો તથા તત્ત્વજ્ઞાન વગેરે માટે આગમશાસ્ત્રો તથા પૂર્વાદિ માંથી મંત્રાદિ તથા ગૃહસ્થોના સંસ્કારાદિ માટે “નિગમશાસ્ત્રોની પરંપરા છે. જૈન શાસ્ત્રો આગમ તથા નિગમ શાસ્ત્રો બંનેને પ્રમાણભૂત માને છે. સામાન્ય રીતે નિગમ શાસ્ત્રોને ગુપ્ત રાખવામાં આવે છે અને આજે પણ તેવી પ્રણાલીકા જોવા મળે છે. જેસલમેર, ખંભાત, કચ્છ-કોડાયના જ્ઞાનભંડારો તો નિગમ શાસ્ત્રોથી ભરાયેલા છે.
ભગવાન ઋષભદેવના વખતમાં ભરતચક્રવર્તી એ જે ચાર વેદો રચ્યા હતા તથા આપણા પૂર્વાચાર્યો એ જે મંત્રકલ્પો, મંત્રો, સ્તોત્રો, થોયો વગેરેની રચનાઓ કરેલી છે તે સર્વે અપેક્ષાએ નિગમશાસ્ત્રોમાં સમાવિષ્ટ થાય છે. આ મંત્રો વગેરે શાસ્ત્રો ગુરૂ ભગવંતો દ્વારા મંત્રાધિકારી વ્યક્તિઓ પાસે જ પ્રકાશીત થાય છે. સામાન્ય રીતે અયોગ્ય વ્યક્તિને આપવાને બદલે વિચ્છેદ થાય અથવા ભંડારવામાં પણ આવતા હોવાનું મારા જાણમાં છે (જેસલમેર વગેરે જગ્યાઓ ચિત્તોડના સ્તંભમાં નિગમના મહત્વના શાસ્ત્રોને મંત્રાધિષ્ઠિત કરી ભંડારવામાં આવેલા છે.) પરંતુ આ નિગમ શાસ્ત્રો વ્યક્તિને ગુરૂ પરંપરાથી ચાલ્યા આવતા હોઈ તેનું પરંપરાગમમાં પણ સમાવેશ થાય છે.
પરંપરાગમ:- જૈન શાસ્ત્રોમાં પરંપરાગમને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે બધીજ આચરણાઓના અક્ષરો આગમમાં જોવા જાણવા મળતા નથી પરંતુ તે પરંપરાગમથી (ગુરૂથી શીષ્ય-શીષ્યથી મન્ત્ર સંસાર સાર....
૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org