________________
ગીરનાર ગૌરવ શેઠ માનસંગ ભોજરાજ શાહ એ બહાદુર, અદ્વિતિય પ્રતિભાસંપન્ન, પરદુખ ભંજન, ગીરનાર દિપક શેઠ માનસંગ ભોજરાજ (કચ્છ-માંડવીવાળા)
“શેઠ માનસંગ ભોજરાજ'' એટલે જૈન શાસનના એક મહાશ્રાવકની યશોગાથા. ગીરનાર તીર્થે તીર્થમાં થતી તકલીફો જોઈ શ્રી સંભવનાથ સ્વામીનો વિશાળકાય જિનમંદિર તૈયાર કરાવ્યું. વળી ઉપર રહેવા માટે રૂમો તૈયાર કરાવી તથા પીવાના પાણી માટે વિશાળ કુંડ કરાવ્યું. ઈતિહાસ ગવાહ છે કે જે સમયે વાહન વ્યવહાર ન હતું તે સમયે આટલા કાર્યો કરાવ્યા તે સામાન્ય વાત તો ન હતી જ. જુનાગઢ ગામમાં વિશાળ જિનમંદિર પણ તેમણે જ તૈયાર કરાવ્યું. દરેક સ્થળે મળી કુલ ૩૫૨ પ્રતિમાજીના અંજનશલાકા પ્રતિષ્ઠા અચલગચ્છીય ગચ્છાચાર્યોના હસ્તે કરાવી. શત્રુંજય મહાતીર્થે ૧૧-૧૧ જિનબિંબો પધરાવી એક નવું પૃષ્ઠ ઉમેર્યું. સમ્મેતશિખરજી, રાજગૃહી આદિમાં પણ જગત્શેઠના પરિવાર સાથે મળી અનેક કાર્યો કરાવ્યા. લાહોર, જેસલમેર, પઠાનકોટ, કરાચી આદિમાં અચલગચ્છીય આચાર્યોના માર્ગદર્શન હેઠળ અનેક તીર્થોના ઉદ્ધાર કરાવી અંજન-પ્રતિષ્ઠા કરાવવામાં આવી. તેમના સ્વહસ્તે પ્રતિષ્ઠીત ગીરનાર પર શ્રી સંભવનાથ સ્વામી મહાપ્રસાદ આજે પણ માંડવીની ગૌરવ ગાથા પુરી રહ્યું છે. બદનસીબે તેમની બનાવેલી ગીરનાર પરની ધર્મશાળા પર દિગંબરોએ કબજો જમાવ્યો છે. તેમની યશોગાથાને આગળ વધારવા માટે આજે તેમની ૭મી પેઢી સ્વરૂપે વતન માંડવીમાં નવિનચંદ્ર કાંતિલાલ શાહ રૂપકલાવાળા પરિવાર તો બીજી બાજુ ચેન્નઈમાં સમીર મેટલ્સ પરિવાર વિદ્યમાન છે. આજ પરિવારના પુત્ર એટલે આ પુસ્તકના સંપાદક
શ્રી ભૂષણભાઈ.
૨૦૬
Jain Education International
For Personal & Private Use Only
મન્ત્ર સંસાર સારું...
www.jainelibrary.org